જુની કલેકટર કચેરીમાં દસ્તાવેજ નોંધણી કચેરી પાસે રૂમ ફાળવવા માંગ

14 November 2019 07:27 PM
Rajkot
  • જુની કલેકટર કચેરીમાં દસ્તાવેજ નોંધણી કચેરી પાસે રૂમ ફાળવવા માંગ

રેવન્યુ પ્રેકટીસ કરતા વકિલોને-અરજદારોને પડતી હાલાકી : રાજકોટના વકિલોએ કલેકટરને કરેલી રજૂઆત

રાજકોટ તા.14
રાજકોટમાં રેવન્યુ પ્રેકટીક કરતા વકિલોએ જુની કલેકટર કચેરીમાં રૂમ ફાળવવા અને ગોંડલ મામલતદાર કચેરીની ઈ-ધરા શાખાની નબળી કામગીરીના મુદ્દે જિલ્લા કલેકટર રેમ્યા મોહનને રજુઆત કરી હતી.
રાજકોટના વકિલોએ કલેકટરને કરેલી રજૂઆત એવા પ્રકારની છે કે રાજકોટ શહેરની જુની કલેકટર કચેરી ખાતે હાલ સબ રજી. કચેરી વિભાગ 1,2 અને 8 તેમ મળીને કુલ 3 કચેરી કાર્યરત છે. તેમજ આ કમ્પાઉન્ડમા 3 ડેપ્યુટી કલેકટરની કચેરી તથા રાજકોટ પૂર્વ મામલતદાર તેમજ રાજકોટ ગ્રામ્ય મામલતદાર તથા ગ્રાહક સુરક્ષા કોર્ટ સહિતની વિવિધ કચેરી આવેલ છે.
સદરહુ ઉપરોકત કચેરીમાં હાલમાં સબ રજી. કચેરી ઝોન-2 અને 8ની વચ્ચે આવેલ રૂમ વકિલોને ફાળવવા નમ્રઅરજ છે. તદ ઉપરાંત ઉપરોકત કચેરીમાં 3 ડેપ્યુટી કલેકટરની કચેરી તથા રાજકોટ પૂર્વ મામલતદાર તેમજ રાજકોટ ગ્રામ્ય મામલતદાર સહિતની કચેરીમાં પણ વકિલો દ્વારા લેન્ડ રેવન્યુને લગત કેસો ચલાવવા માટે આવતા હોય છે. તેથી સદરહું જણાવેલ સ્થળે વકિલોને રૂમ તથા ફર્નીચર તેમજ પીવાના પાણીની જરૂરી સગવડતા વાળો અલાયદો રૂમ હોલ ખાલી છે તે જગ્યાએ વકિલ મીત્રોને રૂમ ફાળવવા નમ્ર અરજ છે.
ગોંડલ ઈ-ધરા કચેરીની
કામગીરી મુદ્દે રજૂઆત
રાજકોટ જીલ્લાના ગોંડલ શહેર તથા તાલુકાની મામલતદાર કચેરી દ્વ9રા ખેતીની જમીનમાં વારસદારોની હકક કમી કરવા માટે જરૂરી ફોર્મ ભરી તેની સાથે રૂા.200ના સ્ટેમ્પ પેપર ઉપર હકક કમી કરનાર તમામ હકક કમી કરનાર વારસદારોની નોંધ પાડવામાં ગુજરાત સરકારના મહેસુલ વિભાગના પરીપત્ર ક્રમાંક: હકપ/102016/ 1017-જ, તા.143/2016ના પત્રથી સ્પષ્ટ જોગવાઈ હોવા છતા ઘરની ધોરાજી હાકતા ઈ-ધરા નાયબ મામલતદાર એસ.આર. મણવર દ્વારા દરેક વારસદારોના અલગ અલગ હકક કમી કરવા અંગેના અલગ અલગ સોગંદનામામાગે છે, જેનાથી વારસદારોના સમય, શકિત અને પૈસાનો ખોટો ખર્ચ જાણી બુજીને કરાવે છે, જેને તાકિદે આપ દ્વારા ઘટતું કરવા અંગે જરૂરી સુચના આપવા નમ્ર અરજ છે.
દરમ્યાન આ રજૂઆતમાં રાજકોટ બાર એસોસીએશનના દિલીપભાઈ પટેલ, હિતેશભાઈ દવે, બળવંતસિહ રાઠોડ, વિરલ વ્યાસ, જયેશ બોઘરા, પ્રકાશસિંહ ગોહિલ અને મલીન આહ્યા સહિતના આગેવાનો ધારાશાસ્ત્રીઓ જોડાયા હતા.


Loading...
Advertisement