રાજકોટ: લોકરોષ વચ્ચે હેલ્મેટની હેરાનગતિ યથાવત: 25.53 લાખના ઇ- મેમો ઈશ્યુ

14 November 2019 05:14 PM
Rajkot Saurashtra
  • રાજકોટ: લોકરોષ વચ્ચે હેલ્મેટની હેરાનગતિ યથાવત: 25.53 લાખના ઇ- મેમો ઈશ્યુ

હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમન ભંગ બદલ વધુ 4,410 વાહનચાલકોના ઘરે ઇ- ચલણ મોકલાયા: આક્રમક ટ્રાફિક ઝુંબેશથી વાહનચાલકોમાં ભયનો માહોલ

રાજકોટ તા 14
હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમો તોડવા બદલ વાહનચાલકોને તોતિંગ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જેને લઇ વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. પરંતુ આ બાબતથી ટ્રાફિક ઝુંબેશમાં કોઇ ફરક ન પડતો હોય તેમ વધુ 25. 53 લાખના ઇ- મેમો વાહન ચાલકોને ઈશ્યુ કરવામાં આવ્યા છે. ટ્રાફિકના બદલાયેલા નિયમો બાદ ટ્રાફિકના કાયદાનો ભંગ કરવા બદલ દંડની રકમ ખુબજ આકરી કરી દેવામાં આવી છે. શહેરી વિસ્તારમાં ફરજીયાત હેલ્મેટ પહેરવાના નિયમ સામે ભારે રોષ ફેલાયો છે. અગાઉ નવા નિયમોની અમલવારી પર બ્રેક લગાવી રાજય સરકારે નવા નિયમોની અમલવારી માટે તા 31 ઓક્ટોબર સુધીની મહેતલ આપી હતી. આ મુદત પુરી થતા જ પોલીસે આક્રમક ટ્રાંફિક ઝુંબેશ શરૂ કરી દીધી છે.
રાજકોટમાં શનિ-રવિ અને સોમવાર એમ ત્રણ દિવસમાં જ અધધ કહી શકાય તેમ 1.20 કરોડના ઇ-ચલણ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. અને ઇ- ચલણ ઈશ્યુ કરવાની આ કાર્યવાહી આક્રમક રીતે ચાલી રહી હોઈ તેમ શહેરમાં ગઈકાલ વધુ 4,410 વાહનચાલકોને રૂ. 25,53,100 ની રકમના ઇ- ચલણ ઈશ્યુ કરવામાં આવ્યા છે. ચોકે- ચોકે ચાલી રહેલી પોલીસની વાહન ચેકીંગ ઝુંબેશના પગલે વાહનચાલકોમાં રીતસર ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.


Loading...
Advertisement