આજથી અમદાવાદમાં થયો બુકફેરનો પ્રારંભ : જોવા મળી તરતી લાયબ્રેરી

14 November 2019 04:23 PM
Ahmedabad Gujarat
  • આજથી અમદાવાદમાં થયો બુકફેરનો પ્રારંભ : જોવા મળી તરતી લાયબ્રેરી

અમદાવાદ : ૧૪ નવેમ્બર એટલે વિશ્વ બાળ દિવસ આ વાત તો સૌ જાણે જ છે પણ આજે એક બીજો દિવસ પણ છે.આજથી વર્લ્ડ લાયબ્રેરી વિક નો પણ શુભારંભ થાય છે. અને આ જ અવસરે અમદાવાદ માં આજથી સાંજે વલ્લભસદન ખાતે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 14 થી 24 નવેમ્બર સુધી યોજાનારા નેશનલ બુકફેરનો પ્રારંભ કરાશે. જેમાં વિઝીટર્સ માટે તરતી લાઈબ્રેરી નું નિર્માણ કરવામાં આવ્યું છે. જી હા..રિવરફ્રન્ટ ખાતે ગુરુવારથી શરૂ થનારા નેશનલ બુકફેરમાં ‘ફલોટિંગ રીડીંગ બોટ’ અર્થાત ‘તરતી લાઈબ્રેરી’ શરું કરવામાં આવી છે. જેમાં પોન્ટન બોટમાં કોઈ પણ વ્યકિત રૂા.130ની ફી ચૂકવીને પુસ્તક લઈને જઈ શકશે અને 12 મિનિટ નદીમાં બોટમાં ફરીને વાંચી શકશે. નવા નજરાણા સ્વરૂપે પોન્ટન બોટને તરતી લાઈબ્રેરીનું નામ આપીને ફી વસૂલવાનો કીમીયો રજૂ કર્યો છે. પોન્ટન બોટના 10થી 12 મિનિટ એક રાઉન્ડ પ્રતિ વ્યક્તિદીઠ ફી રૂ.130 નક્કી કરી હોવાનું રિવરફ્રન્ટ કંપનીના અધિકારીનું કહેવું છે. જો કે, એમજે લાઈબ્રેરીની વાર્ષિક ફી રૂ.200 લેખે રોજના 54 પૈસા ફી લેવાય છે.

જોકે આ વખતે બુક ફેર અગાઉની જેમ વિવાદાસ્પદ ન બને તે માટે તંત્રે 'દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીવે' તે પ્રકારે તેના સ્ટોલ બુકિંગનાં આયોજનમાં સાવધ બન્યું છે.
ગત વર્ષનો સાતમો નેશનલ બુક ફેર જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયો હતો. તે વખતે તંત્ર ર૦૦ સ્ટોલના બુકિંગ માટે ઓનલાઇન સિસ્ટમને ઉપયોગમાં લીધી હતી. તંત્ર દ્વારા www.amdavadbookfair.com પર ઓનલાઇન બુકિંગ અને પેમેન્ટની વ્યવસ્થા પ્રકાશકો માટે કરાઇ હતી. પરંતુ બળાત્કાર મામલે દોષી આસારામનાં પુસ્તકોના સ્ટોલ બુક ફેરમાં જોઇને અનેક નાગરિકો આઘાત પામ્યા હતા. આ બુક ફેરનું ગત તા.ર૪ નવેમ્બર ર૦૧૮એ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું. જેમાં કોઇ પ્રકાશકે 'સંતશ્રી આસારામજી સત્ય સાહિત્ય મંદિર'નો સ્ટોલ મૂકી આસારામના પુસ્તકો વેચાણ માટે મૂકતાં શહેરમાં વિવાદ ઊઠ્યો હતો. અગાઉના બુક ફેરમાં આસારામનો સ્ટોલ મૂકનાર તંત્ર પર સગીરા પર બળાત્કારના મામલે આજીવન કારાવાસની સજા પ્રાપ્ત આસારામનો સ્ટોલ ફરી મૂકવા બાબત ભારે પસ્તાળ પડી હતી.
જાણકાર સૂત્રો કહે છે, આજે ઓફલાઇન સ્ટોલ બુકિંગનો છેલ્લો દિવસ છે. પરંતુ ગયા વર્ષે ઓનલાઇન બુકિંગમાં ક્યા પ્રકાશકે સ્ટોલ બુક કરી આસારામનો વિવાદ ઊભો કર્યો તે બાબતે તંત્ર છેક સુધી અંધારામાં રહ્યું હતું. એટલે હવે એમ.જે. લાઈબ્રેરીના ગ્રંથપાલ બિપીન મોદીની રૂબરૂ અરજી તપાસી તેના આધારે સ્ટોલ બુકિંગની જવાબદારી સોંપાઇ છે.

આ વખતે બુક ફેર માં નર્મદા ડેમનો લાઈવ નજારો ઊભો કરાયો. સરદાર પટેલ સ્ટેચ્યૂની પ્રતિમા પણ તૈયાર કરાઈ.આઈ લવ બુકફેર અને ગાંધીજીના સેલ્ફી પોઈન્ટ બનાવાયા. વોટર સ્પોર્ટ્સ એક્વિટી.વગેરે નું આયોજન કરાયું છે.


Loading...
Advertisement