સતત માવઠાના મારથી પાયમાલ ઝાલાવાડના ખેડૂતો હિંમત હારી ગયા

14 November 2019 03:27 PM
Surendaranagar Gujarat Saurashtra
  • સતત માવઠાના મારથી પાયમાલ ઝાલાવાડના ખેડૂતો હિંમત હારી ગયા
  • સતત માવઠાના મારથી પાયમાલ ઝાલાવાડના ખેડૂતો હિંમત હારી ગયા
  • સતત માવઠાના મારથી પાયમાલ ઝાલાવાડના ખેડૂતો હિંમત હારી ગયા
  • સતત માવઠાના મારથી પાયમાલ ઝાલાવાડના ખેડૂતો હિંમત હારી ગયા

પાકવીમો ચુકવવામાં કંપનીના ઠાગાઠૈયા : સરકારી સર્વેમાં વ્યાપક ભૂલ અને ગોટાળાથી સહાય મળવાની શકયતા નહિવત : કુદરત રૂઠતા સતત કમોસમી વરસાદથી મોઢે આપેલો કોળીયો છીનવાઇ જતા દેવાના ડુંગરમાં દળાયો ખેડૂત : આત્મહત્યાના બનાવો વધવાનો સંકેત

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.14
ગઈકાલે સાંજે સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રાં મુળી ના ગામડામાં પડેલ માવઠાના કરા અને વાવાઝોડા સાથે ના વરસાદ થઈ હવે ખેડૂતો હિંમત હારી ગયા છે અને મન થકી અને આર્થિક રીતે પડી ભાંગ્યા છે
ખેડૂતો ને સતત ત્રણ વર્ષ થી સતત માર સહન કરતાં આવ્યા છે અને સતત ખોટ ના કારણે ખેડૂતો દેવા ના ડુંગર તળે દબાય ગયા છે ખેડૂતો એ બેંક લોન અને બહાર થઈ વ્યાજ ના રૂપીયા લઈ ખેતીમાં રોકાણ કરતાં હતાં અને આવતી સિઝનમાં સરભર થઈ જશે તેમ માની ખેતી સાથે સંકળાયેલા હતા અને મહેનત કરતા હતા પરંતુ આ વર્ષે કુદરત અને સરકાર બંને ની વરવી ભુમિકા થી ખેડૂતો તારાજ બન્યાં છે
કોંઢ, રતનપર, અને સાપકડા ગામનાં ખેડૂતો ની વાત સાંભળતા ભલભલા કઠોર માનવીના આંખમાં આંશુ આવી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ગઈકાલે જે વરસાદ થી ખેડૂતો આવતા ત્રણ વર્ષ સુધી દેવા બહાર નીકળી શકશે નહીં એ એક સત્ય છે ખેડૂતો સહનશિલ છે અનેક દુ:ખ સહન કરી શકે છે પરંતુ મારી ઉંમરમાં પહેલી વાર ખેડૂતો આટલી હદે દુ:ખી જોયા છે હવે ખેડૂતો ને એક રૂપિયો ધિરાણ બજારમાં થી મળે તેમ નથી અને દેવું ભરવા એક રૂપિયો આવક પણ નથી આ પરિસ્થિતિ નું ભયાનક પરીણામ આવશે અને આવતા દિવસોમાં ઝાલાવાડ મા ખેડૂતો ની આત્મહત્યા ના બનાવો મોટી સંખ્યામાં હશે આ લખવામાં પણ મારું રહ્દય દ્રવિ ઊઠે છે અને ગઈકાલે ના વરસાદ થી જે પક્ષીઓના અનેક જીવ ગયા છે હજારો ની સંખ્યા મા ચકલી થી મોટા પક્ષીઓએ જીવ ગુમાવ્યા તેનું પણ દુ:ખ છે
આટ આટલી આપતી હોવા છતાં સરકાર ખેડૂતો ના નામ ની યોજના નો પ્રચાર કરી અને ખોટી અને મોટી વાતો કરી ખેડૂતો ની ઠેકડી ઉડાડી રહી છે અને વિમા કંપનીઓ ને સાવરવા ના ભરપુર પ્રયાસ કરી રહી છે ખેડૂતો એ પ્રિમિયમ ભરેલ છે ખેડૂતો ને નુકસાન જગજાહેર દેખાય છે તેમ છતાં સર્વે ની કામગીરી મા ગોટાળા કરી વિમા કંપનીઓ ના ખોળે બેસવા માટે અધિકારી ઓ ની લાઈન લાગી છે અને અધિકારીઓ ને સરકાર નો આદેશ છે આ સરકાર હજું સુધી લીલો દુષ્કાળ જાહેર કરતી નથી અને ખેડૂતો ને જે સહાય મળે તે આપવા માંગતી પણ નથી એ પણ સત્ય છે
હવે ખેડૂતો ને તેમનાં સંતાનો બચાવવા બહાર નીકળવું પડશે અને હવે જરૂર લાકડીયા તાર ની અને એકતા ની સંગઠન ની એકઝુંટ એકતા ની અને રસ્તા ઉપર ખેડૂતો આવશે ત્યારે ધુળ ની ડમ્મરીઓ ગાંધીનગર ઉપર છવાય જતાં વાર નહીં લાગે એ પણ સમય જ બતાવશે અને આ સરકાર અને ગાંધીનગર માંગે છે ખેડૂતો નું લોહી અને આ લોહીયાળ ક્રાંતિ થશે જ અને સરકાર ત્યારે જ તેને સંતાવવા માટે જગ્યા નહીં હોય
ખેડૂતો ને નક્સલવાદી બનાવવા માટે આ વ્યવસ્થીત આયોજન ભાજપ સરકાર નું છે માટે ખેડૂતો પાયમાલ કઈ રીતે બને તેવા જ આયોજન કરવામાં આવે છેખેડૂતો ના નામે થતી સહાય યોજના એ આપણાં હક્ક ની છે કોઈ દાન નથી ભાઈ અને હજું આ 20% નાણાં ફાળવવામાં આવ્યા છે આ નાણાં આમજનતા ના છે પરંતુ વિમા કંપનીને કોઈ આદેશ આ સરકાર કેમ નથી કરતી??? એ મોટો પ્રશ્નાર્થ છે
ખેડૂતો ના નામે વિમા કંપનીઓ મોટો નફો કરે છે અને સરકાર ને પણ મોટાપાયે ભાગ બટાઈ મળે છે અને તમામ પ્રધાનો ના તરભાણા આ યોજના થકી જ ભરાય છે ખેડૂતો પાયમાલ થતાં જાય છે અને પ્રધાનો તગડા થતાં જાય છે
ખેડૂતો ને ક્રાંતિ લાવવી જ પડશે તમારા માટે નહીં તમારા સંતાનો માટે તો નીકળી પડો બહાર રસ્તા ઉપર અને ગાંધીનગર ના રસ્તે ધુળ ની ડમરી ચડશે તે દિવસે આ સરકાર જશે....
મારા કોઈ ખેડૂતો નાશીપાસ થઈ કોઈ મહેરબાની કરી આત્મહત્યા નું પગલું ભરશો નહીં બે હાથ જોડી વિનંતી કરું છું કુદરત નો નિયમ છે ખરાબ સમય પછી સારો સમય આવે છે અંધકાર પાછળ જ નવું અજવાળુ છુપાયેલ હોય છે હાલ આપણે અંધકાર મા છીએ અને સૂર્યોદય ને સમય દૂર નથી માટે કોઈ ખોટું પગલું તમારા સંતાનો સામે જોઈ ને ભરશો નહીં
આ પોસ્ટ વહેલીસવાર ના ચાર વાગ્યા સુધી એક ખેડૂત માટે ઊંઘ નથી આવતી અને લખી છે અને મારું રહ્દય પણ ધબકારા ચુંકી જાય છે.


Loading...
Advertisement