હેલ્મેટના આકરા ઉઘરાણા અંગેના પ્રશ્નનો જવાબ ન અપાયો

14 November 2019 02:29 PM
Rajkot Gujarat Saurashtra
  • હેલ્મેટના આકરા ઉઘરાણા અંગેના પ્રશ્નનો જવાબ ન અપાયો

રાજયભરમાંથી સર્જાયેલા આક્રોશ અંગે સરકારનું આશ્ચર્યજનક મૌન

રાજકોટ તા.14
ગુજરાતમાં રાજય સરકારે મોટાપાયે જે રીતે નવા મોટર વ્હીકલ એકટનો અમલ કર્યો અને હેલ્મેટ માટે જે પ્રકારે જબરી ડ્રાઈવ કરીને દંડ વસુલાય છે તેની સામે રાજયભરમાં રોષ ફાટી નીકળ્યો છે. હેલ્મેટના કાયદાનો અમલ પોલીસ દ્વારા કરાવવામાં આવતા અને રાજયભરમાં રોજનો કરોડોનો દંડ વસુલાઈ રહ્યો છે તે અંગે આજે મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં પુછાયેલા પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો ન હતો. હેલ્મેટ સામેનો લોકોનો આક્રોશનો પ્રશ્ન પૂછાતા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાલ પત્રકાર પરિષદ આ જાહેરાત પુરતી જ રાખવામાં આવી છે તેવું જણાવીને જવાબ આપ્યો ન હતો અને પત્રકાર પરિષદ પુરી કરી હતી. રાજયભરમાંથી સરકારે હેલ્મેટના ઉઘરાણા ચાલુ કર્યા છે અને ગરીબ લોકોને પણ આકરા દંડના દંડા મારવામાં આવી રહ્યા છે જેની સામે આંદોલન પણ શરુ થવામાં છે તે સમયે સરકાર દ્વારા કોઈ માનવીય અભિગમ અપનાવાયો નથી જેની જબરી ટીકા થઈ રહી છે
તે સમયે મુખ્યમંત્રી કે કોઈ મંત્રી અને અધિકારીઓ જવાબ આપવાનો ઈન્કાર કર્યો તે પણ આશ્ચર્યજનક છે.


Loading...
Advertisement