શું આપના આરોગ્ય સાથે ચેડા તો નથી થતાંને? દેશભરમાંથી 36 દવાઓનાં સેમ્પલ ફેલ

14 November 2019 11:15 AM
Health India
  • શું આપના આરોગ્ય સાથે ચેડા તો નથી થતાંને? દેશભરમાંથી 36 દવાઓનાં સેમ્પલ ફેલ

સૌથી વધારે હિમાચલ પ્રદેશના ડ્રગ્સ ઉદ્યોગની દવાઓ ધોરણો પર ખરી નથી ઉતરતી: સીડીએસસીઓના એલર્ટમાં ખુલાસો

નવી દિલ્હી તા.14
ઔષધી માનક નિયંત્રક સંગઠન (સીડીએસસીઓ)ના ઓકટોબરના ડ્રગ એલર્ટમાં હિમાચલ પ્રદેશના ફાર્મા ઉદ્યોગની 13 દવાઓ અને દેશભરની 36 દવાઓના સેમ્પલ ફેલ થતા હલચલ મચી છે.ઔદ્યોગીક ક્ષેત્ર બીબીએનની 9 કાંગડા જિલ્લાની 2, સિરમોર અને ઉના જીલ્લાની 1-1 દવાઓના સેમ્પલ ફેલ થયા છે.
હિમાચલ પ્રદેશના ઉદ્યોગોમાં બનનારી દવાઓ ધોરણોમાં સતત ખરી નથી ઉતરી રહી આ દવાઓમાં આંખોનો ઉપચાર, એન્ટી બાયોટીક, દર્દ નિવારક, ચામડીના રોગ, ફંગલ ઈન્ફેકશન ડાયાબીટીશ વગેરેનો સમાવેશ થાય છે.
સીડીએસસીઓએ ગત મહિને દેશભરમાંથી 1163 દવાઓનાં સેમ્પલ એકત્ર કર્યા હતા જેમાંથી 1127 દવાઓ ધોરણોમાંલ ખરી ઉતરેલી અને 36 દવાઓ સબ સ્ટાર્ન્ડડ જાણવા મળી.
હિમાચલ પ્રદેશમાં ફેલ થનારી દવાઓમાં હનુકેમ લેબોરેટરીઝની માનપુરા બદીની એજી થ્રો માઈસીન ઓરલ સસ્પેન્શન બાયોજીનેટીક ડ્રગ્સ પ્રાઈવેટ લીમીટેડ ઝાડમાઝરી બદીની આઈ બ્રુફેન ટેબલેટ, પાર્ક ફાર્માસ્યુટીકલ્સ, કાલુ ઝીંડા, બદીની મોકસીફોર્ડ આઈ ડ્રોપ, આપા સ્વામી આકયુલર ડિવાઈસ પ્રાઈવેટ લીમીટેડ કાઠા બદીની ટોબોટર, આઈ ડ્રોપ, કયોટટેક સ્કિન ફેર ભટૌલીકલા બદીની બેટામેથાસોન, ડિયરો પાયોનટ, ક્રિમ, મેડીકા લેબ્સ ઢાંગ નિહલી નાલગઢની એમોકસીસીબીન એન્ડ પોટેશીયમ કલવ નેટ વિથ બેકીટક એસીડ બેસીલસ ટેબ્લેટ, ટાઈમટેનસ ફાર્મા બાથુ હરોલી, ઉતાની મેટફોર્મિન હાઈડ્રોકલોરાઈડ સસ્ટેન રીલીઝ ટેબલેટ, કેરમેકસ ફોર્મ્યુલેશન ઈન્ડસ્ટ્રીયલ એરીયા, સંસારપુર ટેરેસ કાંગડાની અમિકાસીન સલ્ફટ ઈન્જેકશન વગેરે દવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ દવાઓના સેમ્પલ સીડીએસસી, સબ ઝોન ઈન્દોર, ઉપરાંત ગાઝીયાબાદ, રોહતક, હૈદરાબાદ, અસુલાચલ પ્રદેશમાંથી લેવાયા હતા.


Loading...
Advertisement