રાણાવાવમાં ગુરૂ નાનક દેવની 550મી જન્મજયંતિની ઉલ્લાસભેર ઉજવણી

12 November 2019 02:24 PM
Porbandar
  • રાણાવાવમાં ગુરૂ નાનક દેવની 550મી જન્મજયંતિની ઉલ્લાસભેર ઉજવણી

(બી.બી.ઠકકર) રાણાવાવ તા.12
રાણાવાવ શહેરમાં આજરેજ સિંધી સમાજ દ્વારા ગુરૂનાનકજીની 550મી જન્મ જયંતિની ઉજવણીની શરૂઆત કરી દીધેલ છે. આજરોજ રાણાવાવ શહેરના તમામ સિંધી સમાજ દ્વારા સવારે પ્રભાતફેરીનું આયોજન કરેલ હતું. જેમાં 500થી પણ વધુ સીંધી સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા.
પ્રભાતફેરી રાણાવાવ બસ સ્ટેન્ડથી શરૂ થઈ હતી અને રાણાવાવ શહેરમાં ફરી હતી. પ્રભાત ફેરીમાં શ્રી ગુરૂ નાનકજીને લોકોએ ફૂલોથી સ્વાગત કરતા હતા. પ્રભાતફેરી દરમિયાન સિંધી સમાજ દ્વારા ભજન કીર્તન કરી પ્રભાતફેરી ફેરવવામાં આવી હતી. પ્રભાતફેરી રાણાવાવ શહેરમાં ફર્યા બાદ નવા બસ સ્ટેશન આશાપુરા સોસાયટી પાછળ પૂર્ણ કરવામાં આવેલ હતી.


Loading...
Advertisement