તા.16થી 18 સુધી 72માં આંતરરાષ્ટ્રીય નિરંકારી સંત સમાગમનું ભવ્ય આયોજન: લાખો ભકતો ઉમટશે

09 November 2019 12:08 PM
Botad
  • તા.16થી 18 સુધી 72માં આંતરરાષ્ટ્રીય નિરંકારી સંત સમાગમનું ભવ્ય આયોજન: લાખો ભકતો ઉમટશે

હરિયાણાના પાનીપત પાસે આવેલ સમાલખા ખાતે

કોડીનાર તા.9
સંત નિરંકારી મિશનના 72માં આંતરરાષ્ટ્રીય વાર્ષિક નિરંકારી સંત સમાગમનું આયોજન હરિયાણાના પાનીપત પાસે આવેલા સમાલખા ખાતે 600 એકર જમીન ઉપર ભવ્ય રીતે યોજાશે. ભારતના દરેક પ્રાંત ઉપરાંત લગભગ 70 દેશોમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો જોડાશે.
આ સંત સમાગમ સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજના સાનિધ્યમાં તેમની પ્રેરણા અને આશીર્વાદથી યોજાઈ રહ્યું છે. ત્રિદિવસીય સમાગમમાં લાખો શ્રધ્ધાળુઓ માટે રહેવાની, જમવાની, પાણી, ટોયલેટ, બાથરૂમ, લાઈટ, એટીએમ, રેલ્વે બુકીંગ, ડિસ્પેન્સરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવીમાં આવે છે. આ સમાગમની વિશેષતા એ હોય છે કે ભકતો સ્વયંશિસ્ત જાળવતા હોય કાયદો વ્યવસ્થાની જાળવણી માટે કોઈપણ પ્રકારની મદદ વહીવટી તંત્ર તરફથી લેવામાં આવતી નથી. સેવાદલના લાખો ભાઈઓ, બહેનો ટ્રાફીક સહિતની બધી વ્યવસ્થાઓ સંભાળતાહોય છે.
સમાગમના એક મહિના અગાઉ હજારોની સંખ્યામાં સેવાદલના ભાઈઓ, બહેનો આવી તમામ સુવિધાઓનું આયોજન કરતા હોય છે.
મનુષ્ય માત્રમાં જાતિ-પાતિ કે ધર્મનો કોઈ ભેદભાવ ન હોવો જોઈએ આ સમયમાં પણ નિરંકાર પ્રભુ પરમાત્માની જાણકારી પ્રાપ્ત થાય છે. નિરંકારી મિશન આ સાથે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના માધ્યમથી વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, રકતદાન શિબિરોનું આયોજન, કુદરતી આફતો સમયે સહાય કાર્ય જેવી સામાજિક જવાબદારીઓ પણ નિભાવે છે.
આ વર્ષના સંત સમાગમમાં કોડીનારથી લઈ કચ્છ તેમજ ગુજરાતભરમાંથી હજારો ભકતો જોડાશે તેમ કોડીનારથી કનૈયાલાલ એલ. દેવાણીની યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement