Ayodhya case| આવતીકાલે સવારે ૧૦.૩૦ કલાકે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે

08 November 2019 09:48 PM
India Politics Ram mandir-Ayodhya verdict
  • Ayodhya case| આવતીકાલે સવારે ૧૦.૩૦ કલાકે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે

દેશભરમાં એલર્ટ : વડાપ્રધાન મોદીએ શાંતિ જાળવવા કરી અપીલ: ઉત્તર પ્રદેશમાં તમામ શાળા કોલેજોમાં સોમવાર સુધી રજા જાહેર

ન્યુ દિલ્હી | અયોધ્યાના રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટ આવતીકાલે સવારે ૧૦.૩૦ કલાકે ચુકાદો આપશે. આ ચુકાદાને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. 15 ડિસેમ્બર સુધી પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. સાથે જ દરેક જિલ્લામાં અસ્થાયી જેલ બનાવવાની સૂચના આપવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશનાં તમામ રાજ્યોને સતર્ક રહેવા માટે ગુરુવારે જ એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક સામાન્ય સલાહ આપવામાં આવી છે.

ભારતના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ દ્વારા અયોધ્યા-બાબરમી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી હાથ કરવામાં આવી હતી. બેન્ચ દ્વારા વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા સામે કરવામાં આવેલી અપીલોની સુનાવણી હાથ ધરાઈ હતી. અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં 2.77 એકર વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડીને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાને આપવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે 134 વર્ષ જૂના જમીન માલિકીના આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થવાના હતા તેના પહેલા આ ચૂકાદો આવી જાય તેવી સંભાવના હતી. છેલ્લા કેટલાક દાયકાથી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે આ જગ્યાની માલિકી અંગે વિવાદ ચાલી રહ્યો છે.

અયોધ્યાના તમામ રસ્તાઓ બંધ

ચુકાદાને ધ્યાનમાં રાખીને આખા પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારે ચુસ્ત કરી દેવામાં આવી છે. આ ક્રમમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ જતા તમામ માર્ગો સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે.

RAFએ મોરચો સંભાળ્યો

ચુકાદાને ધ્યાનમાં રાખીને પ્રદેશના એડીજી અભિયોજન આશુતોષ પાંડેએ અયોધ્યા પહોંચીને કમાન સંભાળી છે. અયોધ્યાના સુરક્ષામાં સિવિલ પોલીસ ઉપરાંત પીએસી, આરપીએફને પણ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત એટીએસ પણ અયોધ્યા પર નજર રાખી રહી છે. જાસૂસી એજન્સીઓને પણ સતર્ક કરી દેવામાં આવી છે. અયોધ્યા પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીએ શાંતિ જાળવવા અપીલ કરી.
ઉત્તર પ્રદેશમાં શાળા કોલેજોમાં સોમવાર સુધી રજા જાહેર કરવામાં આવી છે.


Loading...
Advertisement