જેન્તી ભાનુશાલી હત્યા કેસમા મનીષા ગોસ્વામી અને તેના મિત્ર સુજીત ભાઉના ૧૨ દિવસના રિમાન્ડ મંજુર 

08 November 2019 07:34 PM
Rajkot Gujarat
  • જેન્તી ભાનુશાલી હત્યા કેસમા મનીષા ગોસ્વામી અને તેના મિત્ર સુજીત ભાઉના ૧૨ દિવસના રિમાન્ડ મંજુર 

સ્પેશિયલ પી.પી તરીકે રોકાયેલા એડવોકેટ અભય ભારદ્વાજ અને તુષાર ગોકાણીની ધારદાર દલીલો કોર્ટે માન્ય રાખી 

રાજકોટ :
જેન્તી ભાનુશાલી હત્યા કેસના ફરાર આરોપીઓ મનીષા ગોસ્વામી અને સુજીતભાઉને દસ મહિના બાદ ઝડપવામાં પોલીસે સફળતા મળી હતી. બાદ બંનેને રીમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કરતા અદાલતે આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસીકયુટર તરીકે રોકાયેલા રાજકોટના એડવોકેટ અભય ભારદ્વાજ અને તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. 

પોલીસની ટીમે  મનીષા અને તેના મિત્ર સુજીત બન્નેને એક સાથે યુ.પીના અલ્હાબાદના દારાજંગ વિસ્તારમાં તેઓ એક સાથે જ્યાં રહેતા હતા ત્યાંથી ઝડપી પાડયા હતા. કચ્છના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં અત્યાર સુધી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને  જેન્તી ઠકકર 'ડુમરા' એ બન્ને રાજકીય મોટા માથાઓ ઝડપાઇ ચુક્યા છે. આ ઉપરાંત છબીલ પટેલની વાડીએ કામ કરતા તેમના પારિવારિક સ્વજનો અને વેવાઈ પણ સીટની તપાસ દરમ્યાન આ જ કેસ સંદર્ભે અલગ અલગ ઝડપાઇ ચુક્યા છે.
પોલીસની તમામ પૂછપરછ દરમ્યાન મનીષા ગોસ્વામીની ભૂમિકા મુખ્ય હોવાનું સામે આવ્યું હતું, તેમ જ પુના (મહારાષ્ટ્ર) ના તેના મિત્ર એવા સુજીતભાઉ અને મનીષા બન્નેની નવી મૈત્રી તેમ જ જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં ઘનિષ્ઠ સંડોવણી હોવાનું ખુલ્યું હતું.


Loading...
Advertisement