શેરબજારમાં મંદીનો આંચકો: આંકમાં 232 પોઈન્ટનું ગાબડુ: રેમન્ડ-ડીએલએફ ઉછળ્યા

08 November 2019 07:02 PM
India
  • શેરબજારમાં મંદીનો આંચકો: આંકમાં 232 પોઈન્ટનું ગાબડુ: રેમન્ડ-ડીએલએફ ઉછળ્યા

રાજકોટ તા.8
મુંબઈ શેરબજારમાં આજે તેજીને બ્રેક લાગી હતી. ઉંચા મથાળે કેટલાંક હેવીવેઈટ શેરોમાં વેચવાલીનું દબાણ આવતા સેન્સેકસમાં 232 પોઈન્ટનું ગાબડુ પડયુ હતું.
શેરબજારમાં આજે માનસ સાવચેતીનું બન્યુ હતું. ભારતીય અર્થતંત્ર મંદી-સ્લોડાઉનમાંથી લાંબા વખત સુધી બહાર આવી શકે તેમ ન હોવાના રીપોર્ટ સાથે આંતરરાષ્ટ્રીય એજન્સી મુડીસે ભારતનું રેટીંગ ડાઉનગ્રેડ કરવા સાથે નેગેટીવ કરતા માનસ નબળુ પડયુ હતું. બીજી તરફ સરકાર દ્વારા આવતા દિવસોમાં રાહતના વધુ પગલા લેવામાં આવે તેવા સંકેતોથી ટોન આશાવાદી હતો. સંસ્થાકીય વેપાર પર નજર રાખવામાં આવતી હતી.શેરબજારમાં આજે એચડીએફસી, હીરો મોટો, હિન્દ લીવર, ઈન્પોસીસ, લાર્સન, મારૂતી, રીલાયન્સ, સન ફાર્મા, ટીસીએસ, વેદાંતા, એક્ષીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ગેઈલ જેવા શેરોમાં ઘટાડો હતો.જયારે આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, કોટક બેંક, યશ બેંક, આઈશર મોટર્સ, ભારત રસાયણ, ડીએલએફ, રેમન્ડ જેવા શેરો ઉછળ્યા હતા.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 232 પેઈન્ટના ઘટાડાથી 40420 હતા જે ઉંચામાં 40749 તતા નીચામાં 40394 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 77 પોઈન્ટ ગગડીને 11935 હતો જે ઉંચામાં 12034 તથા નીચામાં 11928 હતો.


Loading...
Advertisement