દોશી હોસ્પિટલ પાસે પ્રેમસબંધ મામલે પ્રૌઢ પર છરી વડે હુમલો

08 November 2019 07:01 PM
Rajkot Crime
  • દોશી હોસ્પિટલ પાસે પ્રેમસબંધ મામલે પ્રૌઢ પર છરી વડે હુમલો
  • દોશી હોસ્પિટલ પાસે પ્રેમસબંધ મામલે પ્રૌઢ પર છરી વડે હુમલો
  • દોશી હોસ્પિટલ પાસે પ્રેમસબંધ મામલે પ્રૌઢ પર છરી વડે હુમલો

હુમલો કરનાર શખ્સ પાડોશમાં જ રહેતો’તો: મધરાત્રે પાનના ગલ્લે બોલાવી છરીના ઘા ઝીંકી દીધા: હાલત ગંભીર : ક્રાઈમ બ્રાન્ચ, એસઓજીની ટીમ આરોપીના રહેણાંક સ્થળે ત્રાટકી: પરિવારની પૂછપરછ કરાઈ : ઘવાયેલા લોહાણા પ્રૌઢ ભાનમાં આવતા જ મામલતદાર સમક્ષ ડીડી લેવાશે: સીસી ટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ

રાજકોટ તા.8
શહેરના 150 ફૂટ રીંગ રોડ માધવવાટીકામાં રહેતા લોહાણા પ્રૌઢ તેના પાડોશમાં રહેતા શખ્સ સાથે માથાકૂટ ચાલતી હોવાથી પ્રૌઢને મધરાત્રે દોશી હોસ્પીટલ પાસે આવેલા ગોકુલ પાને સમાધાન માટે બોલાવ્યો હતો.
લોહાણા પ્રૌઢ ત્યાં ઉભો હતો ત્યારે પાડોશી શખ્સ કાર લઈને આવી માથાકૂટ શરૂ કરી દીધી હતી અને પોતાની પાસે રહેલી છરીના આડેધડ ઘા ઝીંકી દેતા યુવક લોહીલોહાણ હાલતમાં સ્ટર્લીંગ હોસ્પીટલમાં ખસેડાયો છે. ઘવાયેલા પ્રૌઢનીહાલત ગંભીર હોવાનુ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે. આ બનાવઅંગે માલવીયા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તેના રહેણાક સ્થળે ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીના સ્ટાફે દરોડા પાડયા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ 150 ફૂટ રીંગ રોડ માધવવાટીકામા રહેતા તારેસ હિંમતલાલ દક્ષિણી (ઉં.52) નામનો લોહાણા પ્રૌઢ મધરાત્રે દોશી હોસ્પીટલ નજીક આવેલા ગોકુલ પાન પાસે ઉભા હતા ત્યારે તેના પાડોશમાં જ રહેતા મોચી શખ્સ કપીલ વાજાએ ડખ્ખો કરીને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા લોહાણા પ્રૌઢ તારેસભાઈ ત્યાં જ ઢળી પડયા હતા. તેમને 108 મારફતે તુરત જ સ્ટર્લીંગ હોસ્પીટલે ખસેડાયા હતા.
ઘટનાસ્થળે બનાવ વખતે નાસભાગ મચી ગઈ હતી બનાવની જાણ થતામાલવીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પરંતુ આરોપી કપીલ વાજા ફરાર થયો હતો.
માલવીયા પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસનો ગુનો નોંધવા તજવીજ આદરી છે. તારેસભાઈને છોકરી મામલે કે પૈસાની લેતીદેતી મામલે કપીલ સાથે ઝઘડો ચાલતો હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.
આ મામલે ગઈકાલે રાત્રે જ તારેસભાઈ દક્ષિણીને તેના પાડોશમાં જ રહેતા કપીલ વાજાએ ગોકુલ પાને સમાધાન માટે બોલાવ્યા હતા. તારેસભાઈ ઉભા હતા ત્યારે ફોર્ચ્યુનર કારમાં કપીલે આવી ખૂની હુમલો કરી દીધો હતો ત્યાં આજુબાજુમા ઉભેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને તારેસભાઈ ત્યાં જ લોહીલોહાણ હાલતમાં ઢળી પડયા હતા. તેને સ્ટર્લીગમાં દાખલ કરાતા તેનુ પોલીસ અને મામલતદાર સમક્ષ ડીડી (ડાઈંગ ડેકલેરેશન) લેવામા આવશે. આ બનાવમાં માલવીયા પોલીસ મથકના પીઆઈ એન.એન.ચુડાસમા અને રાઈટર જાહીદભાઈએ હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
ખૂની હુમલાના બનાવમા આરોપી કપીલ વાજાના રહેઠાણ સ્થળે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને માલવીયા પોલીસ મથકના સ્ટાફે દરોડા પાડી તેના પરિવારની ઘટનાસ્થળે જ પૂછપરછ આદરી છે. આરોપી કપીલ મોચીના મોબાઈલ લોકેશનના આધારે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ આ બનાવ મામલે જણાવ્યુ હતુ કે આ ગંભીર ગુનાના બનાવમાં આરોપી કપીલ વાજાને ઝડપી પાડવા પોલીસની જુદી જુદી ટીમો બનાવી રવાના કરી છે. આરોપી ઝડપાયા બાદ જ કારણ અંગે સ્પષ્ટ હકીકત બહાર આવશે. આરોપી કપીલ વાજા તેની સોસાયટીનો પ્રમુખ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બનાવ સ્થળની આજુબાજુમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘવાયેલા તારેસભાઈ દક્ષિણીની હાલત ગંભીર છે. તેના પરિવારના સભ્યોનુ પણ નિવેદન લેવા કાર્યવાહી કરી હતી.માલવીયા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધવા તજવીજ આદરી છે.

હત્યાના પ્રયાસમાં સ્ત્રીપાત્ર કા૨ણભૂત હોવાની આશંકા
૧પ૦ ફુટ ૨ીંગ ૨ોડ માધવવાટીકામાં ૨હેતા તા૨સ હિંમતલાલ દક્ષ્ાિણીને તેના પાડોશમાં ૨હેતો કપિલ કાનજીભાઈ વાજાએ છ૨ીના આડેધડ છ૨ીના ઘા ઝીંકી દેતા ગંભી૨ હાલતમાં સ્ટર્લીગ હોસ્પિટલમાં ખસેડાયા છે. કપિલને ઘ૨માં સમા૨કામ ચાલતુ હોય તે બીજે ૨હેવા જતો ૨હયો હતો તે દ૨મિયાન દ૨૨ોજ ઘ૨નું કામ જોવા આવે ત્યા૨ે તા૨સભાઈની પત્ની સાથે પ્રેમસંબંધ બંધાતા તેની જાણ થઈ જતા બંને વચ્ચે બે મહિના પૂર્વે માથાકૂટ થઈ હતી અને ગઈકાલે તા૨સભાઈ ગોકુલ પાનના હતા ત્યા૨ે કપિલે આવી છ૨ીના ઘા ઝીંકી દીધા હતા તેવું માલવીયા પોલીસ મથકનાં સ્ટાફે ક૨ેલી તપાસમાં જાણવા મળ્યું હતું.


Loading...
Advertisement