હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રીજના પ્રોજેકટ ફેરવવા મહાપાલિકામાં રજૂઆત

08 November 2019 06:59 PM
Rajkot
  • હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રીજના પ્રોજેકટ ફેરવવા મહાપાલિકામાં રજૂઆત
  • હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રીજના પ્રોજેકટ ફેરવવા મહાપાલિકામાં રજૂઆત
  • હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રીજના પ્રોજેકટ ફેરવવા મહાપાલિકામાં રજૂઆત

રાજકોટના હોસ્પિટલ ચોકમાં બનનારા થ્રી આર્મ ઓવરબ્રીજના પ્રોજેકટમાં ફેરફાર કરવાની માંગણી સાથે અનુ.જાતિના સમાજના અમુક આગેવાનો અને કાર્યકરોએ ફરી આજે મહાપાલિકામાં રજૂઆત કરી છે. આજે ડે.કમિશ્નર ચેતન નંદાણી અને પોલીસ અધિકારીઓની હાજરીમાં આગેવાનોની આ રજૂઆતો સાંભળવામાં આવી હતી. આ ટ્રાયેંગલ બ્રીજથી ડો.આંબેડકરજીની પ્રતિમા દબાઇ જાય તેમ છે. વાસ્તવમાં કોર્ટ બિલ્ડીંગના સ્થળાંતર નવી ઝોનલ કચેરીઓ અને બસ સ્ટેન્ડ ત્રીજા રીંગ રોડના કામ થવાના હોય કેસરે પુલથી હોસ્પિટલ ચોક સુધીનો રસ્તો પહોળો થઇ શકે તેમ છે. અંડરબ્રીજ પણ શકય છે. પ્રતિમા ઉપર પણ લઇ શકાય છે. આ સહિતની માંગણી મૂકવામાં આવી છે. જેનું નિરાકરણ લાવવામાં નહી આવે તો અનુ.જાતિ સમાજના લોકો આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે. (તસવીર : અરવિંદ વાઘેલા)


Loading...
Advertisement