અયોધ્યામાં કલમ 144: હેલીકોપ્ટર્સ-ડ્રોનની સતત ઉડાન

08 November 2019 06:57 PM
India
  • અયોધ્યામાં કલમ 144: હેલીકોપ્ટર્સ-ડ્રોનની સતત ઉડાન

રામજન્મભૂમિ ચુકાદા પુર્વે અભૂતપૂર્વ તૈયારી

નવી દિલ્હી: દેશના રાજકારણમાં જબરો ફેરફાર સાધી શકતા અયોધ્યા- રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ વિવાદનો ચુકાદો આગામી સપ્તાહે આવી રહ્યો છે. તે પુર્વ ઉતરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાના શ્રેણીબદ્ધ પગલામાં ખુદ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી રંજન ગોગોઈ તથા આ કેસની ખંડપીઠે આજે ઉતરપ્રદેશના ચીફ સેક્રેટરી તથા પોલીસ વડા સાથે બેઠક કરીને ચૂકાદા સમયની તૈયારીની સમીક્ષા કરી હતી. બન્ને ટોચના અધિકારીઓ સુપ્રીમ કોર્ટનું સમન્સ આવતા ખાસ વિમાનમાં દિલ્હી પહોંચ્યા હતા અને ચીફ જસ્ટીસની ચેમ્બરમાં લગભગ દોઢ કલાક સુધી ચર્ચા કરી હતી અને હવે અદાલતી સૂચનાની માહિતી જાહેર કરવા બપોર બાદ પત્રકાર પરિષદ યોજશે. બીજી તરફ મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથે આજે લખનૌમાં એક ઉચ્ચ કક્ષાની બેઠક યોજી હતી. જે બાદ અયોધ્યામાં કલમ 144નો અમલ જાહેર કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા આદેશ આપીને અયોધ્યા અને લખનૌમાં બે હેલીકોપ્ટર તૈનાત કરી દેવાયો છે અને 10 ડ્રોન તૈનાત કરાયા છે. જેથી સતત વિડીયો રેકોર્ડીંગ કરાશે. વિવાદીત સ્થળો પર સીસીટીવીની સંખ્યા વધારાઈ છે અને અહી લાઈવ મોનેટરીંગ થશે.


Loading...
Advertisement