પાસપોર્ટ મુદે ફેરવી તોળ્યા બાદ હવે પાકે. નવી રોન કાઢી- 20 ડોલર શુલ્ક લેશે

08 November 2019 06:56 PM
India
  • પાસપોર્ટ મુદે ફેરવી તોળ્યા બાદ હવે પાકે. નવી રોન કાઢી- 20 ડોલર શુલ્ક લેશે

કરતારપુર કોરિડોર મુદે પાક.ના વારંવાર યુ-ટર્ન! : આવતીકાલે પીએમ મોદી કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે

નવી દિલ્હી તા.8
ગુરુનાનક દેવજીના 550મા પ્રકાશ પર્વ નિમિતે પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબના દર્શન માટે બનેલા કરતારપુર કોરિડોરનું આવતીકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે. જયારે પાકિસ્તાન તરફથી વડાપ્રધાન ઈમરાનખાન ઉદઘાટન કરશે. દરમિયાન કરતારપુર કોરિડોર મામલે પાકિસ્તાન તરફથી યાત્રીઓ પાસેથી શુલ્ક અને પ્રવેશ મામલે વારંવાર યુ ટર્ન લેવાના કારણે વિવાદ થયોછે ને યાત્રીઓ દુવિધામાં મુકાઈ ગયા છે.
અગાઉ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને એવું જાહેર કર્યુ હતું કે કરતારપુરના ભારતના દર્શનાર્થીઓને વિઝા લેવાની જરૂર નથી. હવે આ મામલે પાકિસ્તાનની સેનાએ ફેરવી તોળી યુ ટર્ન લઈ યાત્રીઓને વિઝા કઢાવવાનું કહેવામાં આવ્યું છે, આ જ રીતે અગાઉ પાકિસ્તાને કરતાનપુર ગુરુદ્વારાના ભારતીય યાત્રીઓ પાસેથી કોઈ શુલ્ક (પૈસા) ન લેવાનું નકકી કર્યું હતું. હવે ફેરવી તોડીને 20 ડોલર શુલ્ક માંગ્યુ છે.
કરતારપુર કોરિડોરમાં ભારતીય યાત્રીઓના પ્રવેશ મામલે પાકિસ્તાનના વારંવારના નિર્ણયો છેલ્લી ઘડીએ બદ લેવાના કારણે યાત્રીઓ પરેશાનીમાં મુકાયા છે.
આવતીકાલે ઉદઘાટન દરમિયાન ભારતના પીએમ નરેન્દ્ર મોદી સુલતાનપુર લોધી સ્થિત ગુરુદ્વારા બેર સાહિબમાં માથુ ટેકવશે.
આવતીકાલે કરતારપુર કોરિડોરના ઉદઘાટન દરમિયાન પ્રથમ જથ્થામાં પુર્વ પીએમ મનમોહનસિંહ, એકટર-સાંસદ સન્ની દેઓલ, પંજાબના સીએમ અમરીન્દરસિંહ, કેન્દ્રીય મંત્રીઓ હરદીપપુરી અને હરસીમરત કૌર બાદલે હાજર રહેશે.
કરતારપુર ગુરુદ્વારા સાહિબના દર્શને બન્ને દેશના શીખ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.


Loading...
Advertisement