રાજયના તમામ તળાવ-વાવ-ચેકડેમ તથા ડેમની મરામત માટે ખાસ તૈયારી

08 November 2019 06:43 PM
Ahmedabad Gujarat
  • રાજયના તમામ તળાવ-વાવ-ચેકડેમ તથા ડેમની મરામત માટે ખાસ તૈયારી

ભારે વરસાદથી થયેલી નુકશાનીનો સર્વે કરી એકશન પ્લાન તૈયાર કરવા આદેશ

ગાંધીનગર તા.8
રાજ્યમાં જર્જરિત જળ સ્ત્રોતની મરામત માટે વિશેષ રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રાજ્યના જળ સ્ત્રોત જેમકે વાવ, તળાવો, ચેક ડેમો ની મરામત સાથે તેની જાળવણી કરવા માટે સરકાર દ્વારા ચાલુ મહિના ના અંત સુધીમાં સરકાર ને મોકલી આપવા તાકીદ કરવામાં આવી છે.
રાજયભરના જળ સ્ત્રોતના રખ રખાવ તેમજ તેની જાળવણી માટે એક્શન પ્લાન આપવા વન પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન ડો રાજીવકુમાર ગુપ્તાએ તમામ જિલ્લાના કલેકટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને વિશેષ પત્ર લખીને જર્જરિત જળ સ્ત્રોતોના એક્શન પ્લાન તાત્કાલિક તૈયાર કરીને મંગાવવા તાકીદ કરી છે.
તો બીજી તરફ મુખ્ય સચિવ કક્ષાએ થી પણ અલગ અલગ જિલ્લાઓ ના અને તાલુકાઓના જળ સ્તોત્રના એક્શન પ્લાન ઉપર સમીક્ષા કરવામાં આવશે.
જોકે જળ સ્તોત્રના તૈયાર કરવામાં આવનાર એક્શન પ્લાનમાં કાલે રીનોવેશન રીસ્ટોર અને રીપેરીંગ એમ ત્રણ બાબતોનું વિશેષ ધ્યાન રાખીને એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે સાથે સાથે પ્રત્યેક જળસ્ત્રોતોને અલગથી યુનિક આઈડી નંબર આપી તેની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત એક્શન પ્લાન તૈયાર કરવા માટે તેમજ તેના મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સીરીયલ પ્રદૂષણ નિયંત્રણ ઇજનેર સાથે ચર્ચા કરવા માટે પણ જાણ કરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે આ વર્ષે રાજ્યમાં 144 ટકા જેટલો વરસાદ થયો છે તો બીજી તરફ રાજ્ય સરકાર પણ જળ એ જ જીવન અને જળ સેવાના સૂત્રને સાકાર કરવા માટે જળસંચય અભિયાન ને વધુ મહત્વ આપી રહી છે જેના ભાગરૂપે જર્જરિત જળ સ્રોતની નિભાવણી અને મરામત આવશ્યક બની ગઈ છે અને તેના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


Loading...
Advertisement