જે રોહિત કરી શકે તે વિરાટ માટે પણ મુશ્કેલ: સેહવાગ

08 November 2019 05:50 PM
India Sports
  • જે રોહિત કરી શકે તે વિરાટ  માટે પણ મુશ્કેલ: સેહવાગ

ટીમ ઈન્ડિયાના કેપ્ટનના ‘ફિવરલેસ’ ઈનિંગ્સથી ક્રિકેટ વિવેચકો ફિદા

નવી દિલ્હી: રાજકોટના એસસીએ સ્ટેડીયમમાં ગઈકાલે રાત્રીના રોહિત શર્માની શાનદાર ઈનિંગ્સ પર ફકત પ્રેક્ષકો જ નહી ક્રિકેટના ખેરખાઓ પણ મંત્રમુગ્ધ બની ગયા છે. રોહિતે જે રીધમથી પોતાની ઈનિંગ્સ રમી તેથી હવે ક્રિકેટ વેચકો તેને હાલના લીમીટેડ ઓવરના શ્રેષ્ઠ બેટસમેન તરીકે મુકવા લાગ્યા છે. 43 દડામાં 85 રનની શાનદાર ઈનિંગ્સ પર પ્રતિભાવ આપતા તેવાજ ડેશિંગ પુર્વ બેટસમેન વિરેન્દ્ર સેહવાગે કહ્યું કે રોહિતે જે કર્યુ તે કદાચ વિરાટ કોહલી પણ કરી શકે કે કેમ તે પ્રશ્ર્ન છે. વિરૂએ રોહિતના દરેક શોટને ચેઝ કરીને તેનુંરસપ્રદ વર્ણન કરીને તેણે કહ્યું કે હાલ રોહિત ટીમ ઈન્ડિયાએ ભૂમિકા ભજવે છે જે અગાઉ સચીન તેંડુલકર ભજવતા હતા. તદન નિડર બનીને રમવું... અને કદાચ વિરાટ કોહલી પણ આ ભૂમિકા ભજવી શકયા ન હોત. રોહિત અનેક વખત એક ઓવરમાં ત્રણ-ચાર છગ્ગા ફટકારવાની ક્ષમતા ધરાવે છે અને 45 દડામાં 90-100 રન બનાવી શકે છે અને તે પણ અત્યંત સરળતાથી... સેહવાગે કહ્યું કે અગાઉ જે કામ શિખર ધવન કરતો હતો તે હવે રોહિત કરે છે. રોહિતે બાંગ્લાદેશના સ્પીનર માંસાદીક હુસૈનની ઓવરમાં ત્રણ દડામાં ત્રણ છગ્ગા માર્યા હતા. જો કે તે સદી ફટકારવા કરતા મેચને ઝડપથી પુરો કરવા માંગતો હતો અને તેમાં અમીતુલ ઈસ્લામની બોલીંગમાં વધુ એક છગ્ગો ફટકારવા જતા તે બ્રાઉન્ડ્રી લાઈન પર કેચ થઈ ગયો પણ ત્યાં સુધીમાં ટીમની જીત નિશ્ર્ચિત થઈ હતી.


Loading...
Advertisement