પ્રથમ પંતે બાદમાં અમ્પાયરે ભુલ કરી

08 November 2019 05:48 PM
Rajkot India Saurashtra Sports
  • પ્રથમ પંતે બાદમાં અમ્પાયરે ભુલ કરી

રાજકોટ તા.8
ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન કેટલીક બાબતોથી ભારતના ક્રિકેટ ચાહકો ભારે અચંબામાં મુકાઈ ગયા હતા. ભારતે ટોસ જીતી બાંગ્લાદેશને બેટીંગ માટે આમંત્રણ અપાયા બાદ બાંગ્લાદેશની ઓપનીંગ જોડીએ ટીમને સંગીન શરૂઆત અપાવી હતી. વિકેટ માટે ટીમ ઈન્ડીયા ઝઝુમી રહી હતી. દરમિયાન સ્ટ્રાઈક બોલર યુ.સી. ચહલને બોલીંગ આપતા તેણે ઈનીંગની સાતમી ઓવરના ત્રીજા બોલે લિટન દાસને બોલ ચુકાવી વિકેટ લેવાની નજીક પહોંચી ગયો હતો. ટીમે વિકેટની ઉજવણી પણ કરી લીધી હતી પરંતુ પંતે સ્ટમ્પિંગમાં બોલ કલેકશન વિકેટની આગળથી કરતા નિયમ મુજબ નોબોલ જાહેર કરી બેટસમેનને નોટ આઉટ જાહેર કરતા દર્શકોમાં નિરાશા છવાઈ ગઈ હતી.
બાદમાં 13મી ઓવરના છેલ્લા બોલે સૌમ્ય સરકારનું વિકેટ કિપર પંતે સ્ટેમ્પીંગ કર્યુ હતું. જેમાં ટીવી અમ્પાયરે પંથે ફરી સ્ટમ્પ આગળ જઈ બોલ કલેકટ કર્યો હતો કે કેમ તે ખરાઈ કર્યા બાદ સ્પષ્ટપણે બેટસમેન આઉટ હોવાનું દર્શાયુ હતું. પરંતુ મેદાન પર લાગેલી વિશાળ સ્ક્રીન પર ભુલથી નોટ આઉટ હિસપ્લે થતા ચાહકો આશ્ર્ચર્યની સાથે રોષિત થયા હતા. રોહિત શર્મા પણ ખાસ્સો નારાજ થયો હતો. જો કે ભુલથી નોટ આઉટનું બટન દબાઈ ગયુ હોય અમ્પાયરે તુરંત પોતાની ભુલ સુધારી બેટસમેનને આઉટ જાહેર કર્યો હતો.


Loading...
Advertisement