ઇદ-એ-મિલાદના વધામણા : યૌ મુન્નબી કમિટી દ્વારા સેવાકીય પ્રવૃતિઓની પ્રસરતી મહેંક

08 November 2019 05:44 PM
Rajkot Dharmik
  • ઇદ-એ-મિલાદના વધામણા : યૌ મુન્નબી કમિટી દ્વારા સેવાકીય પ્રવૃતિઓની પ્રસરતી મહેંક
  • ઇદ-એ-મિલાદના વધામણા : યૌ મુન્નબી કમિટી દ્વારા સેવાકીય પ્રવૃતિઓની પ્રસરતી મહેંક
  • ઇદ-એ-મિલાદના વધામણા : યૌ મુન્નબી કમિટી દ્વારા સેવાકીય પ્રવૃતિઓની પ્રસરતી મહેંક

નહેરૂનગર, જંગલેશ્ર્વર, રામનાથપરા, બજરંગવાડી સહિતના વિસ્તારોમાં વાએઝ શરીફના કાર્યક્રમો : મસ્જીદોને રોશનીનો શણગાર : હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસને ભવ્ય બનાવવા માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં : મધરટેરેસાના બાળકોને ચીકી તેમજ દિવ્યાંગ બહેનોને ફ્રૂટ વિતરણ કરાયું

રાજકોટ તા.8
ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ ઇદ-એ-મિલાદને દર વર્ષની જેમ ચાલુ વર્ષે આગામી તા.10ને રવિવારે ભવ્યતાથી ઉજવવા માટે અલ્હાજ યુસુફભાઇ જુણેજાના માર્ગદર્શન હેઠળ યૌમુન્નબી કમિટી (ઇદે મિલાદુન્નબી કમિટી) દ્વારા આરંભાયેલી તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયેલ છે.
હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ ઇદ-એ-મિલાદના પ્રસંગને અનુલક્ષીને આજે યૌમુન્નબી કમિટી દ્વારા મધર ટેરેસાના બાળકોને ચિકી વિતરણ તેમજ એકરંગ ચિલ્ડ્રન્સ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ સંચાલીત માનસીક ક્ષતિવાળા દિવ્યાંગ બહેનોના આવાસી સંકુલમાં બહેનોને ફ્રૂટ વિતરણ કરવામાં આવેલ હતું.
યૌમુન્નબી કમિટી દ્વારા સેવાકીય પ્રવૃતિઓની જયોત પ્રજ્જવલીત રાખવામાં આવી છે. આવતીકાલે ગાયોને ઘાસચારાનું વિતરણ કરવામાં આવનાર છે.
આજે દિવ્યાંગ બહેનોને ફ્રૂટ વિતરણ તેમજ મધર ટેરેસાના બાળકોને ચિકી વિતરણ અલ્હાજ યુસુફભાઇ જુણેજાના માર્ગદર્શન હેઠળ સૈયદ એજાજબાપુ બુખારી, આસીફભાઇ સલોત, યુનુસભાઇ જુણેજા (લક્કી), ઇરફાનભાઇ કુરેશી (માસ્તર), હારૂનભાઇ શાહમદાર, હાજીભાઇ ઓડીયા (જંગલેશ્ર્વર), અમીનભાઇ સમા (જંગલેશ્ર્વર), ઇકબાલભાઇ સકરીયાણી (બાબરીયા), રાજુભાઇ દલવાણી, ફારૂકભાઇ કટારીયા, હબીબભાઇ કટારીયા, રિઝવાનભાઇ હાલાઇ દ્વારા કરવામાં આવેલ હતું.
હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસને મનાવવા માટે મુસ્લિમ સમાજમાં ઉત્સાહ સાથે થનગનાટ છવાયેલ છે. શહેરના નહેરૂનગર જંગલેશ્ર્વર, રામનાથપરા, દૂધની ડેરી, બજરંગવાડી સહિતના વિસ્તારોમાં વાએઝ શરીફના કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે. તેમજ મસ્જીદોને રોશનીનો શણગાર કરવામાં આવેલ છે.
ઇદ-એ-મિલાદ પ્રસંગે રવિવારે વિરાટ ઝુલુસ તેમજ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ધર્મસભા આમ ન્યાઝ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે આસ્તાના-એ-તુરકીયાના વિદ્યાર્થીઓ ઇસ્લામ વિશે પ્રવચન આપશે.
દરમિયાન ઇદે-મિલાદ પ્રસંગે શરિયતની મર્યાદામાં રહીને ઝુલુસ ભવ્ય બનાવવા ઇદે-મિલાદુન્નબી કમિટી દ્વારા અપીલ દોહરાવવામાં આવી છે. જેમાં ડી.જે. સંગીત પર ધૂન ન્આત વગાડી નાચવું, ન્યાઝને ફેંકવી ફટાકડા ફોડવા કેક કાપવી જેવા કાર્યો નહીં કરવા માટે અનુરોધ કરવામાં આવેલ છે.


Loading...
Advertisement