રોહિત હવે સિકસર કિંગ

08 November 2019 05:44 PM
Sports
  • રોહિત હવે સિકસર કિંગ

ટી-20માં કેપ્ટન તરીકે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા

ટીમ ઈન્ડીયાના હોટ-મેન તરીકે જાણીતા બનેલા રોહિત શર્માએ તેની કેરીયરની 100મી ટી-20 રમતા સમયે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો તેની 43 દડાની ઈનિંગ્સમાં 12 વકત દડાને બાઉન્ડ્રી બહાર મોકલ્યો તેમાં છ છગ્ગા અને છ ચોગ્ગા હતા. રોહિત આ સાથે વર્તમાન કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર બેટસમેન બની ગયો છે અને તેણે આ ઉપલબ્ધી સતત ત્રીજા વર્ષે હાંસલ કરી છે અને આ વર્ષે તેના નામે 66 છગ્ગા નોંધાયા છે.
રોહિતને 2017થી છગ્ગામાં રેકોર્ડ સર્જવાનું શરૂ કર્યુ. 2017માં તો 65 છગ્ગા માર્યા હતા તો 2018માં 74 સીકસર ફટકારી હતી. જે રીતે તે ટી20માં સૌથી વધુ 115 છગ્ગા મારીને નંબર વન સિકસર બેટસમેન બની ગયા છે અને ક્રિસ ગેઈલને (105) પાછળ રાખી દીધા છે. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 354 ઈનિંગ્સમાં 398 છગ્ગા માર્યા છે.
ટી-20માં તે સૌથી વધુ 349 છગ્ગા ફટકારીને સુરેશ રૈના (311) અને ધોની (295) ને પાછળ રાખી દીધા છે. રોહિત ટી20માં કેપ્ટન તરીકે સૌથી વધુ છગ્ગા ફટકારી ચૂકયા છે. રોહિતે કેપ્ટન તરીકેની 17 ઈનિંગ્સમાં 37 છગ્ગા ફટકાર્યા છે જે ધોનીના 34થી આગળ છે.


Loading...
Advertisement