જર્મની બાદ ફિનલેન્ડે કાશ્મીરની સ્થિતિ પર ચિંતા દર્શાવી

08 November 2019 05:18 PM
India
  • જર્મની બાદ ફિનલેન્ડે કાશ્મીરની સ્થિતિ પર ચિંતા દર્શાવી

વિદેશમંત્રી જયશંકરને મળતા ફિનલેન્ડના વિદેશમંત્રી : રાજયમાં સ્થિતિ ‘સામાન્ય’ નથી: હજું અનેક નેતાઓ કેદ: જો કે કલમ 370ની નાબુદીને ભાજપની આંતરિક બાબત ગણાવી: રાજદૂતોને શ્રીનગર જવા દો: અપીલ

નવી દિલ્હી: કાશ્મીરમાં ક્લમ 370ની નાબુદી બાદની સ્થિતિ પર જર્મની બાદ હવે ફીનલેન્ડે પણ પ્રશ્ર્ન ઉઠાવ્યો છે. ફીનલેન્ડના વિદેશ મંત્રી પૈકકા હાવિસ્તોએ કાશ્મીર ખીણની સ્થિતિ સંતોષકારક કે સામાન્ય નહી હોવાનું જણાવીને દિલ્હી સ્થિત દૂતાવાસોના અધિકારીઓને રાજયની મુલાકાત માટે મંજુરી આપવાની માંગ કરી છે. ફિનલેન્ડ એ યુરોપીયન યુનીયનના પ્રમુખપદે છે તે સમયે હાલમાં જ ભારતની મુલાકાતે આવી ગયેલા ફિનલેન્ડના વિદેશ મંત્રી એ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત કરી હતી અને તેમની સમક્ષ દિલ્હી સ્થિત વિદેશી રાજદૂતોને કાશ્મીરની મુલાકાતની મંજુરી આપવાની માંગણી કરી હતી જેથી તેઓ રાજયની સ્થિતિ અંગે માહિતી મેળવી શકે. તેઓએ કહ્યું કે અમો અનુભવીએ છીએ કે સ્થિતિ સામાન્ય નથી અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક દેશોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. રાજયમાં હજુ પણ અનેક રાજકીય નેતાઓ કસ્ટડીમાં છે અને તેઓના અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ મર્યાદીત છે. તેઆએ કહ્યું કે ભારત-પાક વચ્ચેની સરહદી સમસ્યાનો પણ અંત આવે તે માટે બન્ને દેશોએ જલ્દી વાટાઘાટ શરૂ કરવી જોઈએ. જો કે તેઓએ જણાવ્યું કે કાશ્મીરને ખાસ દરજજો આપતી કલમ 370ની નાબુદીએ ભારતની આંતરિક બાબત છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત-પાક તેની સરહદી સમસ્યાનો અંત લાવે. તેઓ દિલ્હીમાં કેટલાક માનવ અધિકાર સંગઠનને મળ્યા હતા અને કાશ્મીરમાં આ પ્રકારની સ્થિતિ લાંબો સમય ચાલુ રહે તેના પર ચિંતા વ્યક્ત કરી હતી.


Loading...
Advertisement