મહારાષ્ટ્ર: મુખ્યમંત્રી પદેથી દેવેન્દ્ર ફડણવીસે આપ્યું રાજીનામું

08 November 2019 05:14 PM
India Politics
  • મહારાષ્ટ્ર: મુખ્યમંત્રી પદેથી દેવેન્દ્ર ફડણવીસે આપ્યું રાજીનામું

છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને શિવસેના વચ્ચે સરકારની રચનાને લઈને ખેંચતાણ ચાલતી હતી.

મુંબઈઃ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક દિવસથી ભાજપ અને શિવસેના વચ્ચે સરકારની રચનાને લઈને ખેંચતાણ ચાલી રહી છે.મહારાષ્ટ્રમાં 9 નવેમ્બરના રોજ વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થતો હોવાના કારણે દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યું છે.

રાજીનામું આપ્યા પછી પત્રકાર પરિષદને સંબોધતાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, "અમે મહારાષ્ટ્રમાં એક ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપી છે. દુષ્કાળના સમયમાં રાજ્ય સરકાર ખેડૂતોની પડકે ઉભી રહી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેના મારા કાર્યકાળમાં અમે રાજ્યમાં કેટલીક સિંચાઈ યોજનાઓ શરૂ કરી હતી અને સાથે જ કલ્યાકારી યોજનાઓ પણ અમલમાં મુકી હતી. મહારાષ્ટ્રમાં સરકાર ચલાવવા માટે મારામાં વિશ્વાસ મુકવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આભાર માનું છું. સાથે જ મને 5 વર્ષ સુધી સેવા કરવાની તક આપવા બદલ મહારાષ્ટ્રની જનતાનો પણ હું આભાર માનું છું."


Loading...
Advertisement