13થી15 નવેમ્બર: ત્રણ દિવસમાં અયોધ્યા સહિત ચાર ચુકાદા શકય

08 November 2019 05:10 PM
India
  • 13થી15 નવેમ્બર: ત્રણ દિવસમાં અયોધ્યા સહિત ચાર ચુકાદા શકય

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ નિવૃતિના ત્રણ-ચાર દિવસ પુર્વે રાફેલ, સબરીમાલા, આરટીઆઈ સંબંધી ચુકાદા આપે તેવી શકયતા

નવી દિલ્હી તા.8
અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ સહિત ચાર મહત્વપૂર્ણ ચુકાદાઓ પર સમગ્ર દેશની નજર તકાયેલી છે
ત્યારે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ નિવૃતિ પુર્વેના ત્રણ દિવસો દરમ્યાન એક પછી એક ચુકાદા આપે તેવા
સંકેત છે. દિવાળીના વેકેશન બાદ સર્વોચ્ચ અદાલતનું કામકાજ શરૂ થયુ ત્યારપછીના સપ્તાહમાં જ ચુકાદાની અપેક્ષા હતી. પરંતુ હરીફ જસ્ટીસના વડપણ હેઠળની બેંચે કોઈ ચુકાદા ન આપતા કામગીરી-પ્રક્રિયા હજુ ચાલુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અયોધ્યા કેસનો કાનુની વિવાદ 1858થી છે. 1885થી વિવિધ કાનુની કેસો થતા રહ્યા છે. એમ માનવામાં આવે છે કે પાંચ જજની બેંચનો ચુકાદો સર્વસંમત રહેશે.
ચીફ જસ્ટીસ અન્ય ત્રણ બેંચમાં પણ સામેલ છે. આ ત્રણેય બેંચ સમક્ષના કેસ પર ઘણા મહત્વના છે તેના સામાજીક-રાજકીય પડઘા પડી શકે છે. સબરીમાલા મંદિરમાં તમામ વયજૂથની મહિલાઓને પ્રવેશ આપવા સંબંધી કેસનો ચુકાદો આવવાનો છે. આ ઉપરાંત રાફેલ સોદામાં સરકારને કલીનચીટ આપતા કેસનો ચુકાદો છે. તે સિવાય ચીફ જસ્ટીસની ઓફીસને આરટીઆઈના દાયરામાં લેવાના કેસનો ચુકાદો છે. અયોધ્યા સહિત ચારેય મહત્વના કેસોના ચુકાદા 13થી15 જુલાઈ દરમ્યાન આવે તેવી સંભાવના છે. 17મી નવેમ્બરે ચીફ જસ્ટીસ નિવૃત થવાના છે તેના ત્રણ-ચાર દિવસ પુર્વે જ ચુકાદા આવી શકે છે.


Loading...
Advertisement