પૂ.મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાક હાટડી ઉત્સવ ઉજવાયો : અનેરો ઉમંગ

08 November 2019 05:09 PM
Rajkot Dharmik
  • પૂ.મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાક હાટડી ઉત્સવ ઉજવાયો : અનેરો ઉમંગ
  • પૂ.મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાક હાટડી ઉત્સવ ઉજવાયો : અનેરો ઉમંગ
  • પૂ.મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાક હાટડી ઉત્સવ ઉજવાયો : અનેરો ઉમંગ
  • પૂ.મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાક હાટડી ઉત્સવ ઉજવાયો : અનેરો ઉમંગ

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર-રાજકોટ ખાતે યોજાયેલ

રાજકોટ તા.8
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા 10દિવસથી દર્શન અને સત્સંગલાભ આપી રહ્યા છે. જે અંતર્ગત આજે તા.8-11-2019ના દિવસે પ્રબોધિની એકાદશી નિમિતે શાક હાટડી ઉત્સવ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સવારે 5:30થી 8:30 દરમ્યાન ઉજવાયો હતો.
આજેશુકવારનો શુભ દિન દેવ દિવાળી તેમજ પરમ પવિત્ર પ્રબોધિની એકાદશી. આજના દિવસે ભગવાન સમક્ષ શાકભાજી અને ફળોની હાટડી ધરાવવામાં આવે છે. ચોમાસા દરમ્યાન સૂર્ય પ્રકાશનો અભાવ અને ભારે વરસાદને લીધે શાકભાજીઓમાં જીવ જંતુઓ અને બેક્ટેરિયા ઉછરે છે. આ દિવસે જે શાકભાજીનો પાક લેવામાં આવે છે તે તાજા અને પ્રમાણમાં તંદુરસ્ત હોય છે. તેથી જ આ શાકભાજી સૌપ્રથમ ભગવાનને ધરાવવામાં આવે છે. આજના પ્રબોધિની એકાદશીના દિવસે નિર્જળ ઉપવાસ નું પણ અતિ મહત્વ છે. આજનો દિવસ એટલે પરમ પવિત્ર એવા ચાતુર્માસની પૂર્ણાહૂતિ. અષાઢ સુદ એકાદશીથી ચાતુર્માસ દરમિયાન શ્રી વિષ્ણુ ભગવાન ક્ષીરસાગર માં પોઢે છે, તે આ દિવસે જાગ્રત થાય છે. એવી કથા છે કે, ભગવાને શંખાસુરનો અષાઢ માસમાં વધ કર્યો અને તેનો થાક ઉતારવા ક્ષીર સાગરમાં પોઢ્યા હતા. આ નિંદ્રામાંથી ભગવાન જાગે છે તેથી ભક્તો આનંદોત્સવ કરે છે. આ દિવસે તુલસીવિવાહનો આરંભ થાય છે. આ દિવસે ચાતુર્માસમાં આરંભેલા વ્રતનો અવધિ આવે છે.
આજના દિવસે બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે સવારે 5:30થી10:00 વાગ્યા સુધી ભગવાન સમક્ષ શાકનો એક ભવ્ય હાટ રચવામાં આવ્યો હતો. જેના દર્શનનો લાભ રાજકોટના હજારો ભાવિક ભક્તોએપ્રાપ્તકર્યો હતો.


Loading...
Advertisement