અટલ સરોવરના એમ્યુઝમેન્ટ પાર્કમાં મનપા શાળા-આંગણવાડીના બાળકોને ફ્રી એન્ટ્રી

08 November 2019 04:44 PM
Rajkot Gujarat Saurashtra
  • અટલ સરોવરના એમ્યુઝમેન્ટ પાર્કમાં મનપા શાળા-આંગણવાડીના બાળકોને ફ્રી એન્ટ્રી

કાલે રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે 299 કરોડના કામોનો પ્રારંભ : મુંજકામાં 496 આવાસ બનશે : હોસ્પિટલ ચોક-આમ્રપાલી બ્રીજના બાંધકામ શરૂ કરાવશે વિજયભાઇ રૂપાણી : સ્માર્ટ સીટી બે વર્ષમાં બેસ્ટ પીકનીક પોઇન્ટ તરીકે વિકસશે : મોલીયા, કાનગડ, રાડીયા

રાજકોટ તા.8
સ્માર્ટ સીટી રાજકોટમાં આવતીકાલ તા.9ના રોજ સાંજે મહાપાલિકા અને રૂડા તંત્રના અટલ સરોવર ડેવલોપમેન્ટ, સિવિલ હોસ્પિટલ ચોક તથા આમ્રપાલી ફાટક ખાતે બ્રીજ આવાસ યોજનાઓ સહિત રૂા.299 કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત થનાર છે. નવા રીંગ રોડ પર સ્માર્ટ સીટી એરીયામાં મીની એમ્યુઝમેન્ટ પાર્ક ઉભુ કરવામાં આવનાર છે. જેમાં ટોય ટ્રેન, આઇલેન્ડ, ફેરીસ વ્હીલ, લંડન આઇ જવું સહિતની સુવિધા હોય ત્યાં મનપા સંચાલીત સ્કૂલ તથા આંગણવાડીના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવા તથા અટલ સરોવર એરીયામાં ક્ધસેશન આપવા આયોજન હોવાનું મહાપાલિકા પદાધિકારીઓએ જાહેર કર્યુ છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, કમિશનર ઉદિત અગ્રવાલ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાએ જણાવેલ છે કે સ્માર્ટ સિટી અંતર્ગત અટલ સરોવર ડેવલપમેન્ટ, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ટ્રાયએંગલ ઓવરબ્રીજ તથા આમ્રપાલી રેલ્વે ક્રોસિંગ ખાતે અન્ડરબ્રિજ ઉપરાંત રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામનાર આવાસોનું ખાતમુહૂર્ત માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડીવીઝનલ મેનેજર પશ્ચિમ રેલ્વે પરમેશ્વર ફંકવાલ, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસક નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.
અટલ સરોવર
મહાનગરપાલિકા દ્વારા રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લીમીટેડ હેઠળ ટીપી સ્કીમ નં.32 રૈયા વિસ્તારમાં નવા ત્રણ તળાવ વિકસાવવા અંગે આયોજન કરવામાં આવેલ છે. શહેરમાં અંદાજીત 100 વર્ષથી વધુ સમયગાળા બાદ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીની આગવી દ્રષ્ટિથી શહેરને અટલ સરોવર સ્વરૂપે એક નવું તળાવ મળેલ છે. સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ફેઇઝ-1માં અટલ સરોવરને ઉંડા ઉતારવાનું કામ કરવામાં આવેલ હતું. સ્માર્ટ સીટી એરીયા બેઇઝડ ડેવલપમેન્ટ રૈયા વિસ્તારના ઉત્તર પશ્ર્ચિમમમાં આવેલું છે. આ સરોવરમાં અંદાજે 400 મિલિયન લીટર વરસાદી પાણીનો સંગ્રહ થયેલ છે. અટલ સરોવરનું ક્ષેત્રફળ 2,93,457 ચો.મી. છે. જેમાં વોટર બોડીનું કુલ વિસ્તાર 92,837 ચો.મી. છે. આ પ્રોજેકટ કોસ્ટ 136 કરોડ અને પ્રોજેકટ સમય મર્યાદા બે વર્ષની છે.
15 વર્ષ અટલ સરોવરની નિભાવ મરામતની જવાબદારી એજન્સીની રહેશે. સમગ્ર પ્રોજેકટ ખર્ચ સ્માર્ટ સીટી ફંડમાંથી કરવામાં આવશે. એજન્સી તરફથી સ્માર્ટ સીટી ડેવલપમેન્ટની 15 વર્ષ સુધી નિયત કરેલ પ્રિમિયમ ચુકવવામાં આવશે.
મહાનગરપાલિકા સંચાલીત સ્કૂલ તેમજ આંગણવાડીના બાળકોને એન્ટ્રી ટીકીટ ફ્રી રહેશે તેમજ એટલે લેઇક વિસ્તારમાં અન્ય સુવિધાઓમાં પણ ક્ધસેશન રહેશે. અટલ લેઇક વિસ્તારમાં ગ્રામહાટ તેમજ અન્ય ઉપયોગ માટે કુલ-42 દુકાનોનું નિર્માણ કરવામાં આવનાર છે. આમ અટલ સરોવર થકી શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને હરવા ફરવા તેમજ મનોરંજન માટે એક નવુ સ્થળ મળી રહેશે.
વિકાસકામો
રાજકોટએ સૌરાષ્ટ્રનું આર્થિક હબ છે. રાજકોટમાં સ્માર્ટ સીટીને અનુરૂપ માળખાગત સુવિધાઓના વિકાસની હારમાળા અવિરત ચાલુ છે. રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામો રાજકોટ ખાતે સાકાર થઇ રહ્યા છે. તા.9નવેમ્બરના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અંદાજે 296 કરોડના વિકાસના કામોનું ખાતમુર્હુત થશે.
અટલ સરોવર ખાતે ફેઇઝ-2ના વિકાસ કામોમાં ગાર્ડન, લેન્ડ સ્કેપીંગ, બોટોનિકલ ગાર્ડન, બોટોનિકલ કલોક, સાઇકલ ટ્રેક પાર્કિંગ એરીયા, પાર્ટી પ્લોટ, ટોય ટ્રેઇન, ફેરીસ વ્હીલ, બે એમ્ફીથીયેટર, આઇલેન્ડ, પાર્ટી લોન, ફૂટ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટલ ફલેગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અર્ફોડેબલ હાઉસીંગ યોજના અન્વ્યે મુંજકા ખાતે ઇડબલ્યુ એસ-1ના 80 યુનિટ અને ઇડબલ્યુએસ-2ના 416 યુનિટ મળી કુલ 496 યુનિટ માટે રૂા.5320.53 લાખની અંદાજીત કિંમતવાળા કામનું ખાતમુર્હુત મુખ્યમંત્રીના હસ્તે કરાશે.
રાજકોટ શહેરના હાલના સૌથી ગીચ ટ્રાફીક સર્કલ ગણાતા હોસ્પિટલ ચોકમાં ટ્રાફીક સમસ્યાને હળવી કરવા માટે ફલાયઓવરબ્રીજ માટેની કામગીરી હાથ ધરેલ છે. જેમાં સિવિલ હોસ્પિટલ ચોક પર કુવાડવા રોડ, જવાહર રોડ તથા જામનગર રોડ તરફ રસ્તા માટે ટ્રાયએન્ગ્યુલર ફલાયઓવરબ્રીજ કે જેનો અંદાજીત ખર્ચ રૂા.84.71 કરોડ છે. તેનું ખાતમુર્હુત મુખ્યમંત્રીના હસ્તે કરાશે.
રૈયા રોડએ રાજકોટ શહેરનો મુખ્ય રોડ છે. જેના પર દરરોજ આશરે પ થી 6 લાખ નાગરિકોની અવર-જવર રહે છે. હાલની સ્થિતિએ અંદાજે 18 થી 20 ટ્રેન પસાર થતી હોય છે. જેમાં ક્રોસીંગ બંધ કરવાથી પુષ્કળ માનવ કલાકો, ઇંધણ વિગેરેનાં વ્યવ ઉપરાંત હવા તથા ઘ્વનિનું પ્રદુષણ ખૂબ જ થતું હોય છે. તેથી આ જગ્યાએ રેલવે અંડરબ્રીજ બનાવવાનું ખાતમુર્હુત પણ મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે કરાશે.

આવતીકાલે રાજકોટ આવતા મુખ્યમંત્રીનો મીનીટ-ટુ-મીનીટ કાર્યક્રમ
* 3.45: રાજકોટ એરપોર્ટ પર આગમન
* 4.00: અટલ સરોવર બ્યુટીફીકેશન ખાતમુર્હુત
* 4.20: હોસ્પિટલ ચોક ટ્રાયેંગલ બ્રિજનું ખાતમુર્હુત
* 4.40: આમ્રપાલી ફાટકે અન્ડરબ્રીજનું ખાતમુર્હુત
* 5.50: મહાપાલિકાનો બાલભવન ખાતે કાર્યક્રમ
* 6.15: બી.એ.પી.એસ. મંદિરે દર્શન
* 7.00: અમૃત સાગર પાર્ટી પ્લોટનો કાર્યક્રમ
* 8.15: સ્નેહમિલન- પ્રકાશ સોસાયટી
* 9.00 (રાત્રે): અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના

અટલ સરોવર વિસ્તારમાં શું હશે
ગાર્ડન
લેન્ડસ્કેપીંગ
બોટોનિકલ ગાર્ડન
બોટોનિકલકલોક
સાઇકલ ટ્રેક
પાર્કિંગ એરીયા
વોકવે
પાર્ટી પ્લોટ
ટ્રોયટ્રેઇન
ફેરીસ વ્હીલ
બે એમ્ફીથીયેટર
આઇલેન્ડ
પાર્ટી લોન
ફૂડ કોર્ટ
ગ્રામ હાટ
મોન્યુમેન્ટલ ફલેગ


Loading...
Advertisement