રાષ્ટ્રપતિ શાસન ભણી ધકેલાતુ મહારાષ્ટ્ર

08 November 2019 04:25 PM
India
  • રાષ્ટ્રપતિ શાસન ભણી ધકેલાતુ મહારાષ્ટ્ર

મુખ્યમંત્રી પદ માટે શિવસેના અડગ: ફડનવીસના રાજીનામાની માંગ : ભાજપ-શિવસેના વચ્ચે વાટાઘાટ પણ નહી: કાલે વર્તમાન વિધાનસભાનો આખરી દિન: સમાધાનની શકયતા નહીવત : સેનાએ તેના ધારાસભ્યોને અજાણ્યા સ્થળે ફેરવ્યા: કોંગ્રેસ પણ એમ.એલ.એ.ને જયપુર લઈ જવા તૈયાર

મુંબઈ: મહારાષ્ટ્રમાં ધારાસભા ચૂંટણીના પરિણામોના 15 દિવસ બાદ પણ હજું સરકાર રચવા અંગેનું ચિત્ર સ્પષ્ટ ન થતા હવે રાજય રાષ્ટ્રપતિ શાસન ભણી ધકેલાઈ રહ્યું હોવાના સંકેત છે. એક તરફ કેન્દ્રીય મંત્રી તથા રાજયના શક્તિશાળી નેતા નીતિન ગડકરી આજે મુંબઈ આવી પહોંચ્યા છે અને તેઓએ મધ્યસ્થી થવાની ઓફર કરી છે પણ રાજયમાં સરકાર રચવા માટે મુખ્યમંત્રી પદે દેવેન્દ્ર ફડણવીસ જ હશે તેવી જાહેરાત કરતા શિવસેના સામે 50:50ની કોઈ ફોર્મ્યુલા પર સંમતી અપાઈ હોવાનું નકાર્યુ હતું. શ્રી ગડકરીએ કહ્યું કે રાજયમાં દેવેન્દ્ર ફડણવીસથી જ સરકાર રચાશે. બીજી તરફ આજે શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેના અધ્યક્ષપદ હેઠળ આજે સેનાના ટોચના નેતાઓની એક બેઠક મળી હતી. તે બાદ પક્ષના પ્રવકતા સંજય રાઉતે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શિવસેના જ હોય તે સિવાય કોઈ સમાધાન કરાશે તેવી તેઓએ રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના કોઈપણ પ્રયાસોનો વિરોધ કરાશે તેવું જણાવતા દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માંગણી કરી હતી અને વર્તમાન સરકારની ટર્મ લંબાવવાની હિલચાલ સામે સાવધ કર્યા હતા. શિવસેનાની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ રાજયમાં મુખ્યમંત્રી તો શિવસેનાના જ હશે તેવું જણાવીને ધારાસભ્યોને ધીરજપૂર્વક વર્તવા સલાહ આપી છે. આજે શિવસેનાના ધારાસભ્યો જેને અગાઉ માતોશ્રી નજીક હોટેલ રંગ શારદામાંથી અન્યત્ર ખસેડાવાની શરુઆત કરી છે અને તેઓને અન્યત્ર લઈ જવાયા છે.
જો કે તેઓને કયાં રખાશે તે હજુ નિશ્ર્ચિત નથી તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોને પણ રૂા.20-25 કરોડની ઓફર થઈ રહી હોવાનો દાવો મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નિતીન રાઉતે કર્યો છે અને તેઓએ કહ્યું કે ભાજપના નેતાઓ નાણા સાથે રૂા.25-25 કરોડની ઓફર કરી રહ્યા છે.
કોંગ્રેસે તેના ધારાસભ્યોને જયપુર ખસેડવાની પણ યોજના બનાવી છે અને અહી ગેહલોટ સરકાર તેને સાચવશે.
રાજયમાં કાલે તા.9ના રોજ વર્તમાન વિધાનસભાની ટર્મ પુરી થઈ રહી છે અને તેથી હવે કોઈ ચમત્કાર થાય તો જ નવી સરકારની રચના શકય બનશે.


Loading...
Advertisement