ભાણવડમાં સંસદ સભ્યની ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ

08 November 2019 04:08 PM
Jamnagar Saurashtra
  • ભાણવડમાં સંસદ સભ્યની ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે ભાણવડ ખાતે પણ જામનગર લોકસભા બેઠકના સાંસદ પૂનમબેન માડમની આગેવાનીમાં સંકલ્પ યાત્રા યોજાઈ હતી. અત્રે વેરાડ ગેઈટ બહાર સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ ભાજપ કાર્યાલય ખાતેથી સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે. સંકલ્પ યાત્રા દરમ્યાન સાંસદ પૂનમબેન માડમે મહાત્મા ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારવાની ઉપસ્થિતોને શીખ આપી હતી. ખાસ કરી સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના હિમાયતી હતા. ગામડા શહેરોમાં ફેલાતા કચરા ગંદકી જોઈ તેનું મન ઉકળી જતું હતું. ત્યારે આપણે સૌએ સ્વચ્છતા અંગે સભાન બનવું જોઈએ એમ અંતમાં જણાવ્યું હતું.
સંકલ્પ યાત્રા વેરાડ ગેઈટ, આઝાદ ચોક, ગાંધી ચોક રણજીતપરામાં વાછરા ચોક, આશાપુરા ચોક, પોલીસ લાઈન સહીતમાં તેનું વેપારીઓ આમ જનતાએ સાંસદ પૂનમબેન માડમનું સ્વાગત કરેલ હતું.
(તસ્વીર: ખેતસીભાઈ ઘેલાણી-ભાણવડ)


Loading...
Advertisement