અયોધ્યા ચુકાદા બાદ વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરે તેવી શકયતા

08 November 2019 02:49 PM
India
  • અયોધ્યા ચુકાદા બાદ વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરે તેવી શકયતા

આરએસએસના વડા મોહન ભાગવત પણ સ્વયંસેવકોને સંબોધશે

નાગપુર તા.8
આગામી સપ્તાહમાં અયોધ્યા ચુકાદો તોળાઈ રહ્યો છે તે બાદ નરેન્દ્ર મોદી દેશને સંબોધીત કરી શકે છે અને સાથોસાથ આરએસએસના વડા મોહન ભાગવત પણ એક રાષ્ટ્રીય સમર્થન કરે તેવા સંકેત છે. સૂત્રોના જણાવ્યા મુજબ અયોધ્યા ચુકાદાની ખોટી અસર ટાળવા સરકાર ચિંતીત છે અને તેથી જ તમામ સાવચેતી સાથે આગળ વધી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચુકાદા બાદ વડાપ્રધાન ખુદ રાષ્ટ્રીય સંબોધન કરી શકે છે અને દેશમાં શાંતિ અને સદભાવનાનું વાતાવરણ જળવાઈ રહે તે જોવા મોદી સરકાર તમામ પગલા લઈ રહી છે. ખુદ વડાપ્રધાન તેમના પર નજર રાખી રહ્યા છે તથા જે કાંઈ ચુકાદો આવે તે સૌને સ્વીકાર્ય બને તે પણ સરકાર જોશે. અગાઉ જ ભાજપે તેના તમામ કટ્ટરવાદી નેતાઓને પણ કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક ભાષણો કે સોશ્યલ મીડીયામાં પોષ્ટ નહી કરવા સૂચના આપી દીધી છે. આજ રીતે આરએસએસ વડાના સ્વયંસેવકોને ચુકાદાની ટીકા ન કરવા કે આવકારવામાં પણ સંયમ રાખવા જણાવાયું છે.


Loading...
Advertisement