ખેડૂતોની જમીનને ખૂબ ઓછુ નુકશાન થાય તે ૨ીતે વિજલાઈન નાંખવા કલેકટ૨નો હુકમ

08 November 2019 02:33 PM
Surendaranagar
  • ખેડૂતોની જમીનને ખૂબ ઓછુ નુકશાન થાય  તે ૨ીતે વિજલાઈન નાંખવા કલેકટ૨નો હુકમ

ચુડાનાં કો૨ડા, દસાડાનાં એ૨વાડા, અને મુળીનાં કળમાદમાં

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.8
સુરેન્દ્રનગર જિલ્લા મેજીસ્ટ્રેટ કે.રાજેશે એક હુકમ દ્વારા રાજયના જાહેરહિતમાં અને રાજય અને રાષ્ટ્રના વિકાસને ધ્યાનમાં રાખી તમામ વ્યકિત અને તમામ ઔદ્યોગિક એકમો તેમજ તમામ ખેડુત ખાતેદારોને વીજ પુરવઠો નિયમિત અને પુરા દબાણથી મળી રહે તે માટે ચુડા તાલુકાના કોરડાગામના કેટલાક ખાતેદાર ખેડુતોની જમીનમાં ઓછામાં ઓછુ નુકસાન થાય તે રીતે કાર્યપાલક ઈજનેર, જેટકો, લીંબડીને 400 કે.વી. શાપર સબ સ્ટેશનથી સુચિત 400 કે.વી. પચ્છમ સબ સ્ટેશન સુધી જતી 400 કે.વી.ની બેવડી વીજરેષા લાઈન નાખવાના કામ માટે તેના મંજુર થયેલ નિશ્વિત રૂટમાં આવતા ખેડુત ખાતેદારના ખેતર/જમીનમાંથી પસાર કરવા ઈન્ડીયન ટેલિગ્રાફ એકટ-1885ની કલમ-16 હેઠળ મળેલ સત્તાની રૂએ મંજૂરી આપી છે.
તથા દસાડા તાલુકાનાએરવાડા અને એછવાડા તથા વણોદ ગામના કેટલાક ખાતેદાર ખેડુતોની જમીનમાં ઓછામાં ઓછુ નુકસાન થાય તે રીતે કાર્યપાલક ઈજનેર, જેટકો, લીંબડીને 66 કે.વી. વણોદ સબ સ્ટેશનથી નીકળી 66 કે.વી. વડગામ સબ સ્ટેશન સુધી જતી 66 કે.વી.ની એકવડી વિજરેષા નાખવાના કામ માટે તેના મંજુર થયેલ નિશ્વિત રૂટમાં આવતા ખેડુત ખાતેદારના ખેતર/જમીનમાંથી પસાર કરવા ઈન્ડીયન ટેલિગ્રાફ એકટ-1885ની કલમ-16 હેઠળ મળેલ સત્તાની રૂએ મંજૂરી આપી છે.
અને મુળી તાલુકાનાકળમાદ ગામના કેટલાક ખાતેદાર ખેડુતોની જમીનમાં ઓછામાં ઓછુ નુકસાન થાય તે રીતે કાર્યપાલક ઈજનેર, જેટકો, લીંબડીને 66 કે.વી. નારીચણા-કોંઢ વિજરેષામાંથી હયાત 220 કે.વી. સડલા સબ સ્ટેશન સુધી વીજલાઈન નાખવાના કામ માટે તેના મંજુર થયેલ નિશ્વિત રૂટમાં આવતા ખેડુત ખાતેદારના ખેતર/જમીનમાંથી પસાર કરવા ઈન્ડીયન ટેલિગ્રાફ એકટ-1885ની કલમ-16 હેઠળ મળેલ સત્તાની રૂએ મંજૂરી આપી છે.
આ હુકમનું પાલન ન કરનાર ઈન્ડીયન પીનલ કોડ-1860ની કલમ-188 હેઠળ સજાને પાત્ર બનશે તથા પી.જી.વી.સી.એલ. સુરેન્દ્રનગર તરફથી વીજ લાઈન નાંખવાના કારણે પ્રોપર્ટી માલિકોને થનાર નુકસાન સામે પ્રવર્તમાન કાયદા અને કંપનીના નિયમો મુજબ પુરેપુરૂ વળતર ચુકવવાનું રહેશે તેમજ થાંભલા નમી જાય તો કાર્યપાલક ઈજનેર, જેટકો લીંબડીને સહકાર આપવો પડશે. જેટકો લીંબડી તરફથી ચુકવવામાં આવનાર વળતર બાબતના કોઈપણ વાંધા સામે પ્રોપર્ટી માલીક ડીસ્ટ્રીકટ કોર્ટ સમક્ષ અપીલ કરી શકે છે. તેવો હુકમ કરવામાં આવ્યો છે.


Loading...
Advertisement