સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિર ખાતે આજથી 14માં પાટોત્સવનો ભવ્ય પ્રારંભ

08 November 2019 02:30 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિર ખાતે આજથી 14માં પાટોત્સવનો ભવ્ય પ્રારંભ
  • સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિર ખાતે આજથી 14માં પાટોત્સવનો ભવ્ય પ્રારંભ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.8
સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે આજથી 14માં પાટોત્સવનો ભવ્ય રીતે હરિભક્તોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આજથી હરીરસ કથાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કથાના વક્તા હાથીજણ ગામ ના શ્રીજી સ્વામી દ્વારા સંગીતની સુરાવલી સાથે હરીરસ કથાનું આજે સવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે મંદિર હરિભક્તો ની ભીડ થી ઉભરાઈ રહ્યું છે ત્યારે આજે કથાના પ્રથમ દિવસે વઢવાણ તાલુકાના અનેક ગામોમાંથી હરિભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે.
આ હરિ રસ કથા નો સમય સવારના 9 થી 12 અને સાંજના 4 થી 6 દરમિયાન રહેશે જ્યારે દરરોજ જુદા જુદા ભવ્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો માટે તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આજે સાંજના ઘનશ્યામ જન્મોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાના યજમાન ઘનશ્યામભાઈ રસિકલાલ ચંદારાણા પરિવાર દ્વારા કથા હાથ ધરવામાં આવી છે.
આ તમામ હરીરસ કથાનું સફળ સંચાલન મંદિરના કૃષ્ણ વલ્લભ સ્વામી તેમજ પ્રેમ જીવન દાસજી ત્યાગ વલ્લભ સ્વામી તેમજ મંદિરના નરનારાયણ ગ્રુપના સભ્યો તેમજ મંદિરના સેવક શૈલેન્દ્રસિંહ ઝાલા તેમજ ભૂદેવ અરવિંદ મામા સહિતના સંચાલન કરી રહ્યા છે ત્યારે આજથી શરૂ થયેલ પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.


Loading...
Advertisement