સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા મળી

08 November 2019 02:25 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા મળી

સરકાર પાસેથી 10 સતા પરત મેળવવા વિરોધ વચ્ચે ઠરાવ

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.8
રાજય સરકાર દ્વારા વર્ષ 1993થી જિલ્લા પંચાયતને મળેલી 29 સત્તાઓમાંથી 10 સત્તાઓ પોતાના હસ્તક કરી દેવાઇ છે. ત્યારે આ મુદ્દે રાજય સરકારમાં રજૂઆતનો મુદ્દો ગુરૂવારે મળેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉઠ્યો હતો. જેમાં વિરોધપક્ષે વિરોધ કરી મતદાનની માંગ કરતા 19 વિરૂધ્ધ 14 મતોથી આ મુદ્દાને બહુમતી મળી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગુરૂવારના રોજ પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ શાહની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. સામાન્ય શરૂઆતમાં જ જિલ્લા પંચાયતના પ્રમુખની નવી કાર લેવાના મુદ્દે વિરોધપક્ષના નેતા હરદેવસિંહ પરમારે પ્રથમ હાલનું વાહન ક્ધડમ કરીને નવા વાહન બાબતે બહાલીની વાત કરી હતી. જયારે વર્ષ 1993માં ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ જિલ્લા પંચાયત પાસે રહેલી 29 સત્તામાંથી 10 સત્તા છીનવી લેવાઇ છે જયારે 5 સત્તા અપૂરતી કરી દેવાના મામલે પૂર્વ પ્રમુખ ચેતનભાઇ ખાચરે રાજય સરકારમાં રજૂઆતની વાત કરી હતી. જેમાં વિરોધ પક્ષે આ મુદ્દો બંધારણીય હોવાથી વિરોધ વ્યકત કરી મતદાનની માંગ કરી હતી.


Loading...
Advertisement