મોરબીમાં મુખ્યમંત્રીનો વિરોધ થાય તે પહેલા જ કોંગી આગેવાનોની અટકાયત

08 November 2019 02:01 PM
Morbi Politics
  • મોરબીમાં મુખ્યમંત્રીનો વિરોધ થાય તે પહેલા જ કોંગી આગેવાનોની અટકાયત

ગઈકાલે મોરબીમાં લોકાર્પણ અને ખાતમહુરતના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી આવવાના હતા જેનો વિરોધ કરવા ગયેલા મોરબી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી, જીલ્લા પંચાયતના સભ્ય હસુભાઈ મૂછડિયા, પિયુષ પટેલ, કુલદીપ સિંહ જાડેજા, હસુભાઈ મકાસાના, શક્તિપલસિંહ ચુડાસમા, રોનક પારેખ , રમેશભાઈ વડસોલા, હસુભાઈ કાસુંદ્રા સહિતના આગેવાનોની નટરાજ ફાટક પાસેથી વિરોધ પ્રદર્શન રોકવા માટે પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement