અંજારના એક પીયુસી સેન્ટરને આરટીઓના ઈન્સ્પેકટરે કલીનચીટ આપી દેતા હોબાળો

08 November 2019 01:52 PM
kutch Saurashtra
  • અંજારના એક પીયુસી સેન્ટરને આરટીઓના ઈન્સ્પેકટરે કલીનચીટ આપી દેતા હોબાળો

(ગની કુંભાર દ્વારા) ભચાઉ તા.8
અંજારના એક પીયુસી સેન્ટરમાં ટુવ્હીલરનું પીયુસી કઢાવવાના રૂા.20ના બદલે રૂા.40 લેવાતા હોવાની બૂમ પછી રિયાલીટી ચેક કર્યુ હતું. જેમાં આ ફરિયાદમાં વજૂદ હોવાનું સાબીત થયું હતું. જો કે, આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ અંજાર આરટીઓ ઈન્સ્પેકટર વી.આર.ચૌધરીના પગ તળે રેલો આવતા તેઓએ સેન્ટરને કિલનચીટ આપવા વાહિયાત ઉધામા માર્યા હતા. અહીંના એક અખબારે અહેવાલ છપાઈ ગયા પછી પણ કોઈ સેન્ટર બમરી રકમ પડાવતું ન જ રહે એટલી સાદી સમજણને પણ ચૌધરીએ કોરાણે મુકી દીધી હતી અને ગુરુવારે પીયુસી સેન્ટરમાં આવતા ગ્રાહકોના વિડીયો ઉતારીને અહીયાં માત્ર 20 રૂપિયા જ લેવાતા હોવાથી એક રિપોર્ટ કરવાની જરૂર નથી એવો એકતરફી નિર્રય સંભળાવીને પોતાની બાલિશતાનો પરિચય આપ્યો હતો.


વધુ રકમ પડાવાતી હોવાની ફરિયાદ મળે તો સેન્ટર રદ કરી દેવાની શેખી મારનારા આ આરટીઓ ઈન્સ્પેકટર બીજા જ દિવસે પાણીમાં બેસી જતાં આખું આરટીઓ તંત્ર પ્રજામાં હાસ્યાસ્પદ બનવા પામ્યું હતું. બબ્બે વ્યક્તિઓએ પોતાની પાસેથી 40 રૂપિયા લેવાયા હોવાનું અને પહોંચ નહીં આપી હોવાનું નિવેદન આપ્યું હોવા છતાં કોટક ઓટો એડવાઈઝર મોટર ડ્રાઈવીંગ સ્કુલ પીયુસી સેન્ટરને કિલનચીટ આપવા ચૌધરી અન્ય ગ્રાહકોના વિડીયો ઉતારીને સેન્ટરની લુંટ પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરિણામે એમની આ કાર્યપ્રણાલી પણ શંકાના પરિઘમાં આવી ગઈ છે.
આરટીઓ ઈન્સ્પેકટર ચૌધરીએ જણાવ્યું હતું કે, અંજારના અન્ય એક સહજાનંદ પીયુસી સેન્ટરમાં પણ તપાસ કરી હતી. જો કે, એ બંધ છે. એનું પણ ઈન્સ્પેકશન કર્યુ હતું. એ લોકો સેન્ટર ચલાવવા માંગતા નથી અને એ બદલ તેણે ભુજ આરટીઓને લેખિતમાં પણ આપી દીધું છે.


Loading...
Advertisement