કચ્છના કબરાઉના મોગલધામ ખાતે જાન્યુ.માં રામકથાનું દિવ્ય આયોજન

08 November 2019 01:49 PM
kutch
  • કચ્છના કબરાઉના મોગલધામ ખાતે જાન્યુ.માં રામકથાનું દિવ્ય આયોજન

(ગની કુંભાર દ્વારા) ભચાઉ તા.8
નવા વષ્રના નવા દિવસોમાં લોકો દ્વારા ધાર્મિક કાર્યો કરવામાં આવતા હોય છે ત્યારે કયાક કથા તો કયાક હવન જેવા ધાર્મિક કાર્યો કરતા રહે છે ત્યારે વિખ્યાત કચ્છ કબરાઉના મોગલ ધામ ખાતે આગામી ઉતરાયણ (મકરસંક્રાંતિ)ના તા.24/1/2020ના રોજ રામપારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોગલધામના મહંતશ્રી સામતબાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કથામાં પ્રખ્યાત કથાકાર ભાગવત આચાર્ય સિદ્ધાર્થ મહારાજ દ્વારા વ્યાસાસન પરથી રામ પારાયણ કરાવવામાં આવશે અને લોકોને ભાવભર્યુ નિમંત્રણ આપવામાં આવ્યું હતું તેમજ મોગલધામ ખાતે પ્રસાદ સાથે સાથે ભગતો જે જાહેર આમંત્રણ આપ્યું હતું.

આ આયોજન ભચાઉ નગરપાલીકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ જાડેજા તેમજ કથાના વકતા સિદ્ધાર્થ મહારાજ હાજર રહ્યા હતા અને સતકાર્યનું શ્રીફળ હાથ લીધુ હતું.


Loading...
Advertisement