મોરબીમાં નિ:શુલ્ક ગૌ મુત્ર ચિકિત્સા કેમ્પ યોજાશે

08 November 2019 01:47 PM
Morbi Saurashtra
  • મોરબીમાં નિ:શુલ્ક ગૌ મુત્ર ચિકિત્સા કેમ્પ યોજાશે

જટીલમાં જટીલ રોગોનું નિદાન સાથે દવાનું વિતરણ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.8
રાજકોટની જાણીતી શ્રીજી ગૈાશાળા દ્રારા મોરબીના ગૈાસેવકોના સહકારથી નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.10 ને રવિવારે સવારે 9 વાગ્યાથી આ કેમ્પ રવાપર રોડ ઉપર ચાકીય હનુમાન મંદિરની સામે રાજેશ સાડી ઉપર પાંચમા માળે રાખવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં મોરબી પંથકમાં 2500થી વધુ લોકોની સફળ સારવાર કરવામાં આવ્યા બાદ આગામી રવિવારે મોરબીમાં છઠ્ઠો કેમ્પ રાજકોટની જાણીતી શ્રીજી ગૈાશાળા દ્રારા મોરબીમાં રાખવામાં આવ્યો છે અત્રે ઉલેખનીય છે કે, આજનાં જેટ યુગમાં અનિયમિત શૈલી -વિરૂધ્ધ અને રાસાયણીક આહારો સાથે પર્યાવરણ(હવા-પાણી)ની દુષીતતાને લઈને નાની ઉમરમાં જટીલ રોગોનો લોકો ભોગ બની રહ્યા છે. 30 વર્ષની યુવાન વયે લોકો કેન્સર, કિડની કે હાર્ટ એટેક જેવી બીમારીઓ સર્વ સામાન્ય છે. વળી ડાયાબીટીશ ,બ્લડ પ્રેશર,વાં અને ચામડીનાં રોગો,લીવર કે આંતરડાનાં રોગોથી અનેક લોકો પીડાઈ રહ્યા છે.ત્યારે પ્રાચીન રૂષી યુગની ગૌમૂત્ર અને આર્યુવેદીક ચિકીત્સા પ્રણાલીમાં જટીલમાં જટીલ રોગોમાં ચમત્કારીક પરીણામો પ્રાપ્ત થઇ રહ્યા છે.એવી એક ગૌમૂત્ર ચિકીત્સાના પ્રચાર પ્રસાર રૂપે રાજકોટની "શ્રીજી ગૌશાળા" સૌરાષ્ટનાં પાંચ શહેરોમાં "શ્રી ગિરીરાજ ગૌમૂત્ર ચિકિત્સા"ની શ્રેણી દ્રારા નિ:શૂલ્ક ગૌમૂત્ર ચિકીત્સા આપી જટીલ રોગોમાં ગૌમાતાના આરોગ્ય વરદાન સાથે પ્રાણઘાતક બીમારીઓમાં પણ જીવનદાન આપવાનું પૂણ્ય કાર્ય કરી રહી છે.
આ કેમ્પમા જોડાવા નામ નોંધાવવાના રહેશે.નામ નોધાવા માટે રાજા આયુ કેર મહેશ હોટેલ પાસે,લક્ષ્મી ગ્લાસની સામે,શનાળા રોડ, મોરબી ખાતે નરેશભાઈ રાજા અથવા મિલન રાજા કે રાજેશ ક્રિએશન ચકિયા હનુમાન સામે,રવાપર રોડ,મોરબી ખાતે ઉદયભાઈ રાજાનો સંપકઁ કરવો જણાવ્યું છે.


Loading...
Advertisement