ભચાઉના નાનીચિરઈ ખાતે બાર તકરીરનું આયોજન કરાયું: સન્માન કાર્યક્રમ યોજાયો

08 November 2019 01:45 PM
kutch Saurashtra
  • ભચાઉના નાનીચિરઈ ખાતે બાર તકરીરનું આયોજન કરાયું: સન્માન કાર્યક્રમ યોજાયો

(ગની કુંભાર દ્વારા) ભચાઉ તા.8
નાનીચિરઈ (તા.ભચાઉ) મધ્યે માહે રબીઉલ અવ્વલના મુબારક મહિનામાં સિલસિલા વાર બાર તકરીરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છના પ્રખ્યાત સૈયદ આલે સ્કુલના જુબાની તકરીરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સાતમી મજલીસ મુરૂનીએ કચ્છ અલ્લામાં અલ્હાજ સૈયદ હાજી અહમદશા બાવાના જેસઠ ફરઝંદ સૈયદ હાજી અનવરશા બાવાનો રાખવામાં આવ્યો હતો.
સૌ પ્રથમ તિલાવતે કુર્આન શહીદ નાનીચિરઈ મસ્જીદના મૌલાના અલીનો મોહમદ અકબરીએ કરી હતી. ત્યારબાદ નાઅત શરીફ હાફીઝ જીલાની અને અકબરશા શેખે અને ઈકબાલ ગૌરીએ રજુ કર્યુ હતું. ત્યારબાદ હાજી અનવરશા બાવાનો શાલથી સ્વાગત નાની ચિરઈ મુસ્લીમ જમાતના પ્રમુખ સૈયદ લતીફશા હાજી અલી અકબર બાવાએ શાલ તથા સન્માનપત્ર આપી સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ સૈયદ જુસમશા હૈદરશા બાવાજી શાલથી સન્માનીત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સૈયદ હાજી અનવરશા બાવાએ પોતાની તકરીરમાં હઝરત મોહમદ સ.અ.વ.ના જીવનચરિત્ર ઉપર છણાવટ કરી હતી અને ઈદે મિલાદુન્નવી ઉપર છણાવટ કરી હતી અને મુસ્લીમ સમાજ તથા સમગ્ર ભારતની એકતા અને અખંડીતા જળવાઈ રહે તેવી દુઆ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું સ્વાગત સુન્ની મુસ્લીમ જમાતના પટેલો, હાજી હારૂન કોરેજા, મુસાભાઈ પટેલ, આમદભાઈ કોરેજા, હાજી ખમીશા, ભચુભાઈ ભટી, અકબરભાઈ ભટી તથા અકબરભાઈ ખલીફા તથા ગામના આગેવાનોએ હાજરી આપી હતી અને મહેમાનોનું સ્વાગત સન્માન શાલથી કર્યુ હતું.
આ કાર્યક્રમમાં કરીમભાઈ કુંભાર, હાજી ગફુર પરીર, સતારભાઈ મીરમામદ, અલીમુસા, ભચુ નાગડા, ગની હારૂન હાજી, રફીક મુજાવર, કાસમભટી મુતવલી, સૈયદ અમીરશા બાપુ તથા કારવાને ગૌશિયા કમીટીના હોદેદારોએ સમગ્ર આયોજનમાં સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં સંચાલન સૈયદ લતીફશા તથા ડો. હુશેનભાઈ અન્સારી નાનીચિરઈ વાળાએ કર્યુ હતું.


Loading...
Advertisement