જૂનાગઢનાં નઘણિયા તો ઉપરકોટ રાજય રક્ષિત સ્મારક બનશે

08 November 2019 01:12 PM
Junagadh
  • જૂનાગઢનાં નઘણિયા તો ઉપરકોટ રાજય રક્ષિત સ્મારક બનશે

કિલ્લાના દરવાજા-દિવાલ પુરાત્વની અનેરી ઓળખ : નવી આશા

જૂનાગઢ તા.8
જૂનાગઢનો અતિપ્રાચીન ગણાતા ઉપરકોટનો કિલ્લો છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર વચ્ચે એક બાજુ જોઈએ તો ધણીધોરી વગર ઝોલા ખાતો હતો ધુળ નો ઢગલો થવાના આરે ઊભેલા ઉપરકોટના દીવાલ અને દરવાજા રાજ્ય રક્ષિત સ્મારક જાહેર કરાતા પુરાતત્વ પ્રેમીઓમાં નવી આશા જાગવા પામે છે.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢની અતિ પ્રાચીન ધરોહર માની એક ગણાતા ગણાતા ઉપરકોટ લાંબા સમયથી વિકાસની વાટ જોઈ રહ્યો હતો સ્થાનિક નબળી નેતાગીરીના પાપે આ એક કિલ્લામાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર આ ત્રણ વચ્ચે મહત્વની કામગીરી વખતે ઔપચારિક ચર્ચાઓમાં જવાબદારીની ફેંકાફેંકી થઈ રહી હતી ઉપરકોટ કિલ્લાની અંદર આવેલા રાણકદેવીનો મહેલ અનાજના કોઠાર નવઘણ કુવો અને અડી કડી વાવ નીલમ અને માણેક તોપ રાજ્ય રક્ષિત હતા જ્યારે બૌદ્ધ ગુફાઓ કેન્દ્ર ના પુરાતત્વ વિભાગ હસ્તક હતી તેમાં 2 ,73, 733 ચોરસ મીટરના કિલ્લાના દિવાલ અને દરવાજા રાજ્ય રક્ષિત જાહેર કરાતા પુરાતત્વ પ્રેમીઓમાં નવી આશા જાગવા પામી છે ઉપરકોટનો કિલ્લો સ્થાનિક નબળી નેતાગીરીના કારણે આજે દિવસ સુધી વિકાસથી વંચિત રહ્યો છે એક તબક્કે એવું કહીએ કે અસામાજિક તત્વોનો અડ્ડો બનેલો ઉપરકોટ નો કિલ્લો આજ દિવસ સુધી વિકાસના બદલે સરકારના અલગ-અલગ વિભાગો ના બાબુઓની જવાબદારીની ફેંકાફેંકી જોતો રહ્યો છે ઉપરકોટ માટે સ્થાનિક પુરાતત્વ પ્રેમીઓ શિવાય કોઈપણની ઝંખના આજ દિવસ સુધી દેખાય નથી સ્થાનિક તંત્રને હાલમાં આ કિલ્લાની ઉંમર પણ ખબર નથી અને જાણવા માટે ક્યારેય પ્રયત્નો કરાયા હોય તેવું જાહેર કરાયું નથી ઘૌર ઉદાસીનતા ના કારણે જૂનાગઢના જાજરમાન ઈતિહાસનો સાક્ષી વિકાસની વાટ જોતો ઉપરકોટનો કિલ્લો જો હજુ બેદરકારીનો ભોગ બનશે તો તું ના ઢગલા થી વિશેષ લાખો પ્રવાસીઓને અહીં કશું જોવા નહીં મળે તેઓ પુરાતત્વ પ્રેમીઓનો માનવું છે.
ઉપલા દાતાર પર પરમીટ
જુનાગઢનાં ઉપલા દાતાર માં તા.7-11-2019 થી 10-11-2019 સુધી ઉર્ષનો તહેવાર ઉજવવામાં આવનાર છે. ઉર્ષ દરમ્યાકન કોઇ જાતનો અનિચ્છિનિય બનાવ ના બને તે હેતુથી તા.7 થી 10-11-19 સુધી ઉપલા દાતાર તરફ જતા તમામ માર્ગો, પગદંડીઓ અને પગથીયાઓ સહિત ઉપલા દાતાર ઉપર જવા સારૂ ઉપલા દાતારનાં સમગ્ર ડુંગર વિસ્તારિમાં વિલીંગ્ડ ન ડેમ સાઇટ અને જાહેર ઉદ્યાન સિવાય કોઇપણ વ્યક્તિને પ્રવેશબંધી ફરમાવતુ જાહેરનામુ સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ ટી.એચ.જોષીએ પ્રસિધ્ધ કર્યુ છે. દાતાર જતા યાત્રાળુઓએ પરમીટ મેળવી પરમીટની શરતોનું પાલન કરવાનું રહેશે.


Loading...
Advertisement