મુસ્લિમ એકતા મંચના ઇમ્તિયાઝ પઠાણને મારી નાખવાની ધમકી : તપાસની માંગ

08 November 2019 01:09 PM
Jasdan Crime
  • મુસ્લિમ એકતા મંચના ઇમ્તિયાઝ પઠાણને મારી નાખવાની ધમકી : તપાસની માંગ

ધમકી આપનાર સામે કડક કાર્યવાહી કરો : અલાઉદીન ફોગ

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.8
મુસ્લિમ એકતા મંચના ઈમ્તિયાઝભાઈ પઠાણને થોડા દિવસો પહેલા ફોન પર મારી નાખવાની મળેલ ધમકીને ભાજપ અગ્રણી અલ્લાઉદીન ફોગે સખત શબ્દોમાં વખોડી આ ધમકી આપનાર સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.અલ્લાઉદીન ફોગે જણાવેલ કે સોરાષ્ટ્ર મુસ્લિમ સમાજના પ્રશ્નો અંગે લડતા અને મુસ્લિમ સમાજના પ્રશ્નોની રાજુઆત કરતા લડાયક મુસ્લિમ એકતા મંચના ઈમ્તિયાઝભાઈ પઠાણને કોઈએ ફોન પર મારી નાખવાની ધમકીઓ આપેલ તેને અમો સખત શબ્દોમાં વખોડીયે છીએ અને ધમકી આપનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. વધુમાં જણાવેલ કે આ મામલે સોરાષ્ટ્ર મુસ્લિમ સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. જેથી જવાબદારો સામે કાર્યવાહી કરવા ભાજપ અગ્રણીએ માંગણી કરી છે.


Loading...
Advertisement