જૂનાગઢ નવાનગરમાં બંધ મકાનમાંથી નવ લાખની મતાની ચોરી

08 November 2019 01:08 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢ નવાનગરમાં બંધ મકાનમાંથી નવ લાખની મતાની ચોરી

લોહાણા પરિવાર દવાખાને સારવાર જતાં તસ્કરોએ મોકાનો લાભ ઉઠાવ્યો : તાળા તોડી તસ્કરો-રોકડ અને દાગીના ચોરી ગયા

જૂનાગઢ તા.8
જુનાગઢ શહેરના નવાનગર વાળા વિસ્તારના શેરી નંબર 2 મા રહેતા લોહાણા મહાજન પરિવાર ના સભ્યો પરિવારની મહિલા બીમાર હોય તેમની સારવાર માટે અમદાવાદ ગયેલ હોય પાછળથી બંધ મકાનના તાળા તોડી તસ્કરો ત્રાટક્યા હતા જેમાં પુત્રના વેવિશાળ માટે એકઠી કરેલી રોકડ તેમજ દાગીનાની મરણમૂડી તસ્કરો ચોરી કરી જતા પરિવાર ભાંગી પડ્યો હતો ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બનાવના સ્થળે પહોંચી એફ.એસ.એલ તેમજ ડોગ સ્કવોડની મદદથી તપાસ આદરી હતી.
આ અંગે વિસ્તૃત મળતી માહિતી અનુસારજૂનાગઢ : શહેરના નવા નાગરવાડા શેરીનં.2માં હરસિદ્ધી કૃપા નામના મકાનમાં રહેતા દિપકભાઈ કારીયાના પત્નીને ફેફસાની બીમારી હોય જેથી દીપકભાઈ કારિયા પોતાની પત્નીને લઈને અમદાવાદ ખાતે વેદાંત હોસ્પિટલ સારવાર અર્થે ગયા હતા.
જ્યારે અમદાવાદથી પરત આવીને મેઈન દરવાજાનું તાળું ખોલીને અંદર ગયા ત્યારે ઉપરના માળે એક રૂમમાં લાઈટ ચાલુ હોય જેથી તપાસ કરતા અગાસી ઉપર સીડીરૂમનો દરવાજો તૂટેલો જણાતા વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે પોતાના મકાનમાં ચોરી થઈ હોય તેવું લાગ્યું અને તેના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 6.90 લાખ રોકડા અને 8 થી 10 તોલા સોનાના દાગીના સહિત 8.90 લાખના મુદામાલની ચોરી થયાની જાણ થઈ હતી.
આ અંગે દીપકભાઈ કારીયાએ જણાવ્યું હતું કે પોતાના પુત્રની સગાઈ હોય તે માટે સોનુ અને રોકડ રકમ રાખી હતી. પણ તસ્કરો અંદર પ્રવેશી ચોરી કરી ગયા હતા. આમ રૂમની અંદર રહેલા કબાટમાં સોનાના દાગીના અને રોકડ રકમ હતા તેને જ નિશાન બનાવતા જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. ઘટનાની જાણ થતા ડીવાયએસપી પ્રદિપસિંહ બી. ડિવિઝન પી.આઈ આર બી સોલંકી સહિતનો પોલીસસ્ટાફ ઘટનાસ્થળે પહોંચી દિપકભાઈનું નિવેદન લઈ ગુનો દાખલ કરી ડોગ સ્કોડ તેમજ એફ.એસ.એલ.ની મદદથી તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.


Loading...
Advertisement