વેરાવળ બે વોર્ડમાં સરકારી માલિકીના ખુલ્લા પ્લોટોમાં બગીચા બનાવવાની માંગણી

08 November 2019 01:08 PM
Veraval
  • વેરાવળ બે વોર્ડમાં સરકારી માલિકીના ખુલ્લા પ્લોટોમાં બગીચા બનાવવાની માંગણી

સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોની રજુઆત

વેરાવળ તા.8
વેરાવળ શહેરના વોર્ડ નં.પ તથા 6 માં સરકારની સૌનો સાથ સૌનો વિકાસની યોજના અંતર્ગત જાહેર જનતા માટે ગાર્ડન-બગીચો બનાવી બિન ઉપયોગી પડેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવાની લેખીત રજૂઆત સમસ્ત મુસ્લીમ સમાજના પૂર્વ પટેલ દ્વારા ચીફ ઓફીસર સહીતનાને કરી માંગ કરેલ છે.
વેરાવળ સમસ્ત મુસ્લીમ સમાજના પૂર્વ પટેલ ગફારભાઇ ચાંચીયા દ્વારા કરાયેલ લેખીત રજૂઆતમાં જણાવેલ કે, દરેક વોર્ડમાં સુવિધા વતે તે માટેની વ્યવસ્થા ચીફ ઓફીસર સહીતના દ્વારા કરવામાં આવતી હોય ત્યારે વોર્ડ નં.પ તથા 6 માં નગરપાલિકા મારફત ગાર્ડન-બગીચો બનાવવા અને લોકોની સુવિધા વધારવા માંગ કરેલ છે. આ બન્ને વોર્ડમાં લોકોના આરોગ્યમાં વધારો થાય તેમજ મનોરંજન મળે તે માટે સરકાર મારફત વર્ષ ર017-18 માં વોર્ડ નં.7 તથા 8 માં આવેલી ગ્રાન્ટની સાથે વોર્ડ નં.પ તથા 6 ની પણ આવેલ પરંતુ આ વોર્ડમાં સ્થાનીક અને લોકલ આગેવાનો સાથ સહકાર આપતા ન હોવાના કારણે આ પ્રશ્ન વિલંબમાં પડેલ છે. આ ગ્રાન્ટ વાપરયા વગરની પડેલ છે અને વોર્ડમાં ગાર્ડનનું કામ થતું નથી તે બાબતે અવાર નવાર મૌખીક રજૂઆતો કરેલ તેમ છતાં નિકાલ આવેલ નથી. આ કામગીરી પાછળ રાજકીય કારણ હોય તેવા પ્રશ્ન સાથે બગીચા માટે આવેલી ગ્રાન્ટનો ઉપયોગ સરકારના નિયમ મુજબ ગ્રાન્ટ લેપ્સ થાય તે પહેલા કામગીરી કરવા માંગ કરેલ છે.
આ ઉપરાંત વોર્ડ નં.પ તથા 6 માં સાર્વજનિક જગ્યાઓ પડતર છે તેમાં બગીચો બને તેવી સંપૂર્ણ શકયતા છે અને આ બન્ને વોર્ડમાં બગીચો બને તો લોકોનું આરોગ્ય અને જીવન ધોરણ સુધરે તેમ છે અને આ વોર્ડમાં અંદાજે ત્રીસ થી ચાલીસ હજાર જેટલી વસ્તી હોય ત્યારે આ પડતર જગ્યાઓમાં કોમ્યુનીટી હોલ બનાવવાની જરૂરીયાત છે અને અગાઉ વર્ષ ર016 માં પ્રમુખ દ્વારા કોમ્યુનીટી હોલ બનાવવાની ખાત્રી આપેલ પરંતુ કાર્ય પૂર્ણ થયેલ ન હોય તેથી ગ્રાન્ટનો સદઉપયોગ કરી સત્વરે કાર્યવાહી કરવાની માંગ રજૂઆતના અંતમાં કરેલ છે. આ રજૂઆતની જાણ મુખ્યમંત્રી સહીતનાને કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement