ગોંડલના રિબડા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત

08 November 2019 01:07 PM
Gondal
  • ગોંડલના રિબડા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.8
ગોંડલના રિબડા પાસે વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેન હેઠળ ઝંપલાવી અજાણ્યા યુવાને આપઘાત કરી લીધાનો બનાવ બનેલ છે. આ અંગે મળતી વિગતો મુજબ વેરાવળથી રાજકોટ જતી લોકલ ટ્રેન હેઠળ રીબડા પાસે કોઇ અજાણ્યા યુવાને ઝંપલાવી આત્મહત્યા કરી લેતા રેલવે પોલીસના ગણપતસિંહ જાડેજાએ દોડી જઇ તપાસ હાથ ધરી હતી. મરણ જનાર યુવાન આશરે 35 વર્ષનો જણાય છે અને તેને સફેદ શર્ટ, બ્લ્યુ જીન્સ તેમજ લાલ ગંજી પહેરેલ છે. જો આ અજાણ્યા યુવાન અંગેની કોઇને જાણ થાય તો રેલવે પોલીસ ગોંડલનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement