ગોંડલના મોવીયામાં તુલસી વિવાહ પ્રસંગે સાંજે તુલસીના રોપાનું વિતરણ કરાશે

08 November 2019 01:05 PM
Gondal
  • ગોંડલના મોવીયામાં તુલસી વિવાહ પ્રસંગે સાંજે તુલસીના રોપાનું વિતરણ કરાશે

ખીમદાસબાપુ ચૈતન્ય સમાધી મંદિર વડવાળી જગ્યા દ્વારા આયોજન

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.8
મોવિયામાં સંત ખીમદાસબાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા દ્વારા અનેક લોક ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેના ભાગરુપે આજે તુલસી વિવાહના શુભ પ્રસંગે તા.8-11ને શુક્રવારના રોજ સાંજે 5:00વાગે વિનામૂલ્યે તુલસીના રોપાનુ વિતરણ કરવામાં આવશે.
સદીઓથી હિન્દુ ધર્મમાં તુલસી ના છોડને ધરના આંગણામાં રોપી તેની પુજા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આ છોડમાં કેટલીય બીમારીઓ દુર કરવાની ક્ષમતા છે. તુલસીના સ્વાસ્થ્ય પ્રદાન ગુણના લીધે તેની લોકપ્રિયતા વધી અને તેનુ પુજન કરવામાં આવે છે. એમ આ જગ્યા ના મહંતશ્રી ભરતબાપુ ની યાદી માં જણાવેલ છે.


Loading...
Advertisement