ગીર-સોમનાથ જિલ્લાના આઠ પોલીસ સ્ટેશનોમાં પોલીસ ઇન્સ્પેકટરોની થઇ નિમણુંક

08 November 2019 01:04 PM
Veraval
  • ગીર-સોમનાથ જિલ્લાના આઠ પોલીસ સ્ટેશનોમાં પોલીસ ઇન્સ્પેકટરોની થઇ નિમણુંક

પ્રમોશન લઇ હાજર થયેલા કર્મચારીઓનું ડિટેઇલ પોસ્ટીંગ

વેરાવળ તા.8
ગીર સોમનાથ જીલ્લાલમાં પોલીસ ઇન્સછપેકટરોની ખાલી પડેલ આઠ જગ્યાાઓ ઉપર જીલ્લાા પોલીસવડાએ ગઇ કાલે મોડી સાંજે નવા આઠ પી.આઇ. ની નિમણુંક કરી છે જયારે જીલ્લામમાં ફરજ બજાવતા પાંચ પી.એસ.આઇ. ની આંતરીક બદલી કરી છે.
ગીર સોમનાથ જીલ્લાસમાં પોલીસ ઇન્સછપેકટરોની ઘટ હોવાના કારણે આઠ જેટલી પી.આઇ. ની જગ્યાાઓ ખાલી હતી. દરમ્યાસન તાજેતરમાં રાજય સરકારએ 300 જેટલા પી.એસ.આઇ. ને પી.આઇ. ના બઢતીના પ્રમોશનનો હુકમ કરેલ હતા જે પૈકીના ગીર સોમનાથ જીલ્લામમાં બઢતી પામેલા સાત જેટલા નવા પી.આઇ. ફાળવવામાં આવ્યામ હતા.
દરમ્યા ન ગઇ કાલે મોડી સાંજે જીલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠીએ બઢતી થઇ જીલ્લા-માં આવેલા સાતેય પોલીસ ઇન્સઆપેકટરોની જુદા-જુદા સ્ટેાશનોમાં નિયુકતિ કરી છે. જેમાં એન.જી.વાઘેલા ને વેરાવળ સીટીમાં, આર.કે.પરમાર ને મહિલા પોલીસ સ્ટે શનમાં, એન.એમ.આહીર ને ઇન્ચાટર્જ રીડર શાખામાં, જી.કે.ભરવાડ ને કોડીનાર, વી.એમ.ચૌઘરી ને ઉના, એમ.પી.હિંગળાદીયા ને સોમનાથ મંદિર સુરક્ષા, એસ.એલ.વસાવા ની એસ.ઓ.જી. બ્રાંચમાં નિયુકતિ કરાઇ છે જયારે પી.આઇ. એમ.એમ.સોનરાત ની રીડર શાખામાંથી સોમનાથ મરીન સ્ટેાશન ખાતે બદલી કરવામાં આવી છે જયારે જીલ્લાનમાં ફરજ બજાવતા પાંચ પી.એસ.આઇ. ની પણ આંતરીક બદલી કરાઇ છે જેમાં એ.એમ.હેરમા ની સોમનાથ મંદિર સુરક્ષામાંથી સુત્રાપાડા, એ.પી.સોલંકી ની તાલાલાથી પેરોલ ફર્લો સ્કો ડમાં, વી.આર.ભુતિયા ની પ્રભાસ પાટણથી સોમનાથ મંદિર સુરક્ષામાં, એસ.એચ.ભુવા ની સુત્રાપાડાથી તાલાલા, એમ.કે.ભીગરાડીયા ની તાલાલાથી પ્રભાસ પાટણ ખાતે બદલી કરવામાં આવી છે.
યજ્ઞ
માલજીંજવા (બગસરા) મુકામે આગામી તા.10 ને રવિવારે ચોલેરા પરીવારના સુરાપુરા માવાબાપાના સાનિધ્યમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાયેલ છે. આ ધાર્મીક કાર્યમાં સર્વે ચોલેરા પરીવારને ઉપસ્થિત રહી લાભ લેવા એક યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement