જસદણ-વિંછીયા તાલુકાના રોડ-રસ્તાના રૂા.2850 લાખના કામો મંજૂર કરાવતા મંત્રી બાવળીયા

08 November 2019 01:01 PM
Jasdan
  • જસદણ-વિંછીયા તાલુકાના રોડ-રસ્તાના રૂા.2850 લાખના કામો મંજૂર કરાવતા મંત્રી બાવળીયા

82 કિ.મી.ના રસ્તાઓની કાયાપલટ થશે

રાજકોટ તા.8
જસદણ અને વિંછીયા તાલુકાના અતિ જર્જરીત થયેલા રોડના નવીનીકરણના કામને માર્ગ અને મકાન વિભાગના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા જોબ નબરો ફાળવી આગળની તાંત્રીક-વહિવટી પ્રક્રિયા માટે જવાબદાર અધિકારીને સૂચના આપવામાં આવી છે.
જસદણ તાલુકાના નોન પ્લાન રસ્તાઓ (1) રાણીંગપર-રણજીતગઢ રોડ, લંબાઇ 2.0 કિ.મી. રૂા.190 લાખ (2) પોલારપર-બાખલવડ-દેવપરા રસ્તા 3 કિ.મી. રૂા.180 લાખ (3) ચીતલીયા-નાની લાખાવડ રસ્તો, પ.00 કિ.મી. રૂા.150 લાખ (4) કાનપર-ઝુડવાળી ખોડીયારથી કરમાળ કોટડા રોડ, પ.00 કિ.મી. રૂા.પ25 લાખ મળી કુલ રૂા.104પ લાખ નોન પ્લાન રસ્તા કાચી સપાટીથી ડામર સપાટી સુધી કરવા મજૂર કરેલ છે.
તાલુકાના રીસર્ફેસીંગ કરવાના રસ્તાઓ (1) વાસાવડ-ઝુડાળા રસ્તો 6.00 કિ.મી. રૂા.140 લાખ (2) ભાડલા-વેરાવળ-રાણીંગપર રોડ 6.50 કિ.મી. રૂા.160 કિ.મી. (3) ભાડલા-વિરપર રોડ, પ.00 કિ.મી. રૂા.100 લાખ (4) વિરપર-બોઘરાવદર-ગોલીડા રસ્તો, 7 કિ.મી. રૂા.110 લાખ (પ) એમ.ડી.આર. ટુ પાટીયાળી વેરાવળ એપ્રોચ 4.00 કિ.મી. (6) રણજીતગઢ-બોઘરાવદર રોડ, 2.50 કિ.મી. રૂા.2.50 (7) ભડારીયા-ગઢડીયા (જામ) રોડ, 4.40 કિ.મી. રૂા.100.00 લાખ (8) મોટા દડવા-નવા જશાપર રોડ, 4.80 કિ.મી. રૂા.100 લાખ (9) કડુકા-ધારૈઇ રોડ 1.90 કિ.મી. રૂા.35 લાખ (10) જીવાપર-ગુંદાળા (જામ) રોડ, 3.70 કિ.મી. રૂા.60 લાખ (11) પાંચવડા-ગુંદાળા (જામ) રોડ 3.70 કિ.મી. રૂા.60 લાખ (12) ડોડીયાળા એપ્રોચ રોડ, 2.70 કિ.મી. રૂા.60 લાખ (13) ફૂલઝર એપ્રોચ રોડ 2.00 કિ.મી. રૂા.30 લાખ (14) વિંછીયા તાલુકાનો મદાવા એપ્રોચ રોડ
1.50 કિ.મી. રૂા.25 લાખ મળી પપ.70 કિલોમીટરના રસ્તાઓ માટે કુલ રૂા.1105.00 લાખ રૂપિયા રી-સર્વેસીંગ તેમજ મજબૂતીકરણ માટે મજૂર કરેલ છે.
આ ઉપરાંત વાઇડનીંગ સ્લેબ ડ્રેઇંગ પ્રોટેકશન તથા ડામરકામ અંગે (1) થોરીયાળી રૂપાવટી-સનાળી-દેવધરી રોડ અપ ટ ડીસ્ટ્રીકટ લીમીટ સેકશન થોરીયાળી ટુ પીપરડી, 8 કિ.મી. રસ્તો રૂા.350 લાખ અને (2) વાસાવડ-ઝુંડાળા રસ્તો 6 કિ.મી. રૂા.350 લાખ એમ કુલ 14 કિ.મી. રસ્તા માટે રૂા.700 લાખ મંજૂર કરવામાં આવેલ છે.
જસદણ અને વિંછીયા તાલુકાના બિસ્માર રોડ માટે વાહન ચાલકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા હતા. બિસ્માર રસ્તાઓને નવા રૂપ આપવા માટે સતત રજુઆતો થતી હતી જે ઘ્યાને લઇ અંદાજે 82 કિ.મી. રસ્તાઓની કાયાપલટ કરવા માટે કરવા માટેના કામો કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ માર્ગ અને મકાન વિભાગ પાસેથી મંજૂર કરાવ્યા છે.


Loading...
Advertisement