કાલે બગસરામાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે

08 November 2019 01:00 PM
Amreli
  • કાલે બગસરામાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે

અમરેલી તા.8
અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના મોટા પીઠડીયાના નાસ્તિક મંચ વોટસએપ ગ્રુપ તથા નેશનલ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ઉપક્રમે ગ્રામજનો, જન સમાજમાં અંધશ્રધ્ધા નિવારાણાર્થે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમનું અદભૂત આયોજન આવતીકાલે બપોરના 12 કલાકે મેઘાણી હાઈસ્કુલના મધ્યસ્થ હોલ, બગસરા ખાતે કાર્યક્રમ યોજાવાનો છે જેમાં જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા, ભૂત, પ્રેત, વળગાડ, જીન્નાત, મેલીવિદ્યા ઉપર ધારદાર વકતવ્ય આપી વૈજ્ઞાનિક સમજ આપશે.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પધ્ધતિથી ઉદઘાટન જીવનભાઈ મયાત્રા, વિજયભાઈ ચાવડા, આગેવાનોની હાજરીમાં કરવામાં આવશે. જાથાના ચમત્કારિક પ્રયોગ નિદર્શનમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ, લોહી નીકળવું, રૂપિયાનો વરસાદ, મનગમતી મીઠાઈ ખવડાવવી, કાનેથી ચીઠી વાંચવી, ભુવાની સાંકળ મારવાની ડીંડકલીલા, ધૂણવું-સવારીની ધતિંગ લીલા, જીભની આરપાર ત્રિશુલ નાખવું, ઉકળતા તેલમાંથી હાથેથી પૂરી તળવી, બોલતું તાવીજ, હઝરતમાં જોવું, ધગધગતા અંગારા ખાવા, શરીર ઉપર સળગતા કાકડા ફેરવવા, અગ્નિનું આપોઆપ સળગવું, હાથ માથા ઉપર દીવા રાખવા, શ્રીફળ ઉપર ગોળ ગોળ કરવું, ઈલમથી સાજા કરવા વિગેરે પ્રયોગ બતાવી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવશષ.


Loading...
Advertisement