ધોરાજીમાં મોહમંદ પૈગમ્બર સાહેબનો જન્મદિવસ મનાવવા મુસ્લિમ સમાજમાં ઉત્સાહ : કોન્ફરન્સ યોજાઇ

08 November 2019 12:58 PM
Dhoraji
  • ધોરાજીમાં મોહમંદ પૈગમ્બર સાહેબનો જન્મદિવસ મનાવવા  મુસ્લિમ સમાજમાં ઉત્સાહ : કોન્ફરન્સ યોજાઇ

મહિલાઓમાં વધતા જતા વ્યસન અને ફેશનના દૂષણને ડામી દેવા માટે પગલા લેવા જરૂરી

ધોરાજી તા.8
અમન શાંતી અને ભાઈચારા ની સીખ આપનાર અને માનવતા ને જીવન્ત રાખનાર એવા ઇસ્લામ ધર્મ ના સ્થાપક મોહંમદ પેગમ્બર સાહેબ ના જન્મ દિવસ ના પવિત્ર અવસર ને મનાવવા વિશ્વ ભર ના મુસ્લિમ સંપ્રદાય માં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ધોરાજી ખાતે સેરાની વેલ્ફેર ટ્રસ્ટ અને હાજી અમીન ગાડાવાળા ટ્રસ્ટ બોમ્બે ના સહયોગ થી ચાલતી સંસ્થા કે જયાંં મહિલાઓ ને અને દીકરીઓને ધાર્મિક શિક્ષણ ની સાથો સાથ સિસ્ત અને સંસ્કાર નું સિંચન કરવામાં આવે છે એવી ધોરાજીની જામીઆ ફાતિમતુઝઝહરા સંસ્થા દ્વારા માત્ર મહીલાઓ માટે પેગમ્બર સાહેબના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે શાહજી હોલ ખાતે બપોરે 2.30 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી કોન્ફ્રન્સ રાખેલ હતી.
જેમાં સંસ્થા ના પ્રિન્સિપલ સલ્મા આપા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આ કોન્ફ્રન્સ માં સંસ્થાના પ્રિન્સિપલ સલમા આપા અને સયૈદા ઉમ્મે મંઝર ફાતિમી સાહેબા પોતાના અનોખા અંદાજ માં વાયઝ કરેલ અને જણાવેલ કે આપણા સમાજ માં મહિલાઓ માં વધતા જતા વ્યસન અને ફેશન નું દુષણ ડામવું જોશે અને ખાસ કરીને મહિલાઓ માં વ્યસન નું વધતું જતું દુષણ એ આપણા સમાજ માટે નુકસાન કારક છે જેથી મહિલાઓ એ ખાસ કરીને વ્યસન અને ફેશન ને તિલાંજલિ આપવી જોઈ એ સંસ્થા ના પ્રિન્સિપલ સલમા આપા એ પણ સમાજ સુધારણા વિષે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું અને વાયઝ બાદ દુઆ એ ખેર સાલતો સલામ થયેલ હતી આ કાર્યક્રમ માં માત્ર મહિલાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ હતી.


Loading...
Advertisement