ગોંડલના બાંદરા ગામના સરપંચ સામે કાર્યવાહી કરવા વડાપ્રધાનને રજૂઆત

08 November 2019 12:56 PM
Gondal
  • ગોંડલના બાંદરા ગામના સરપંચ સામે કાર્યવાહી કરવા વડાપ્રધાનને રજૂઆત

પંચાયતના વોટરવર્કસના વીજ જોડાણનો અંગત હિત માટે ઉપયોગ કરી સત્તાનો દુરૂપયોગ કર્યાની ફરિયાદ

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.8
ગોંડલ તાલુકાના બાંદરા ગામના સાગરભાઇ વકાતર અને કલ્પેશભાઈ ચનીયારા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી માંગ કરવામાં આવી છે કે બાંદરા ગામના સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના વોટર વર્કસના જ્યોતિગ્રામ યોજના 24 કલાક વાળા વિજ જોડાણ નો ઉપયોગ પોતાના અંગત સ્વાર્થ અને હિત માટે પોતાની માલિકીની અને ભાડે વાવવા રાખેલ આશરે બસો વીઘા જેવી ખેતીની જમીનમાં સિંચાઈ માટે કરીને સત્તાનો દુરુપયોગ કર્યો છે.આ વીજ જોડાણ નું લાખો રૂપિયાનું આવતું વીજબિલ સરકારના પાણી પુરવઠા હેડ હેઠળ ભરવવામાં આવતું હોય આર્થિક નુકસાન પહોંચાડયું છે, આ અંગે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાને અવારનવાર પુરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ ભ્રષ્ટાચાર આચરી રહેલ સરપંચ વિરૂધ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી,
બાંદરા ગામ ના સરપંચ વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ એક્ટ ની કલમ 57 (1) હેઠળ શિક્ષાત્મક અને દંડનાત્મક કડક પગલાં ભરવા માંગ કરી હતી, આ રજૂઆત મુખ્યમંત્રી ઉપરાંત ધારાસભ્ય, વિકાસ કમિશનર, અગ્ર સચિવ અને પીએમઓ દિલ્હી ને પણ કરવામાં આવતા નાના એવા બાંદરા ગામમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.


Loading...
Advertisement