તળાજા નજીક વાહનમાં લઇ જવાતી 1536 વિદેશી દારૂની બોટલ પકડી લેવાઇ

08 November 2019 12:55 PM
Bhavnagar Crime
  • તળાજા નજીક વાહનમાં લઇ જવાતી 1536 વિદેશી દારૂની બોટલ પકડી લેવાઇ

દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી રીમાન્ડની તજવીજ

ભાવનગર તા.8
ભાવનગર જિલ્લાનાતળાજા માંં પોલીસે બાતમી ના આધારે ગત રાત્રે અંતરિયાળ કહી શકાય તેવા ભેગાળી ગામની સીમમાંથી પસાર થતી પિકઅપ વાહનને રોકવી તલાશી લેતા તેમાંથી વિલાયતી દારૂના મોટા જથ્થા સાથે ઠાડચ ગામના ઈસમ ની ધરપકડ કરી કોર્ટ હવાલે કરેલ.
તળાજા ડી.સ્ટાફ ના જમાદાર એસ.વી.બોરીચા ને મળેલી બાતમી ના આધારે ગત રાત્રીના સમયે ભેગાળી ગામની સીમમાં વોચ ગોઠવી હતી. મોડી રાત્રીના ત્રણેક વાગ્યા ના સુમારે બોલેરો પિકઅપ વાહ ન નીકળતા થોભાવી તલાશી લેતા વિલાયતી દારૂનો જથો જોવા મળેલહતો.જેને લઈ વાહનના ચાલક વનરાજ ધનજી પરમાર ઉવ 30 રે. આઝાદ ચોક,ઠાડચ વાળા ની ધરપકડ કરી પોલીસ મથકે લાવી ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડ ની 1536બોટલ વિલાયતી દારૂની મળી આવેલ.જેની કિંમત 5,66,100/-,વાહન અને બે મોબાઈલ મળી કુલ 9,85,050/-ની કિંમત નો મુદામાલ કબ્જે લીધો હતો.
બે દિવસના રિમાન્ડ પર આરોપી.ઠાડચના આદિત્યનો માલ હોવાનું ખુલ્યુ
કોર્ટમાં રિમાન્ડ અર્થે મહિલા પો.સ.ઇ સોલંકી એ જણાવ્યું હતુંકે બે દિવસ ના રિમાન્ડ કોર્ટ એ આપ્યા છે.મળેલ દારૂનો જથો ઠાડચ ના કુખ્યાત આદિત્ય નો હોવાનું સોલંકી એ ઉમેર્યું હતું.તપાસ પો.ઇ.ગમારા ચલાવી રહ્યા છે.
નવનિયુક્ત પો.ઇ.ગમારા સામે અનેક પડકાર.
તળાજા માં પો.ઇ.ગમારા એ બે દિવસ થી ચાર્જ સંભાળ્યો છે. તળાજા વાસીઓની કડક અમલદાર ની માંગણી અને લાગણી વચ્ચે તેઓને તળાજા ના થાણા અમલદાર નો ચાર્જ સોપાયો છે ત્યારે તેમની સામે ટ્રાફિક સમસ્યા, માર્કેટમાં મનફાવે તે રીતે ઉભી રહેતી લારીઓ,પાથરણાવાળાઓ, શહેર ના માર્ગો પર થોભાવી દેવાતા વાહનો,સતત થઈ રહેલુ રેતી નું ખનન,દેશી વિદેશી દારૂની તળાજામાં રેલમછેલ, ધૂમ સ્ટાઇલ બાઈક ચલાવતા છેલ બટાઉ યુવકો, રોમિયો ગિરી, વાહનો માં કાયદેસરની નંબર પ્લેટ ન લગાવવી આવા અનેક અપરાધો થઈ રહ્યા છે.


Loading...
Advertisement