ગોંડલ નજીક ટ્રેન હડફેટે ગાય અને ધણખૂંટના મોત

08 November 2019 12:53 PM
Gondal
  • ગોંડલ નજીક ટ્રેન હડફેટે ગાય અને ધણખૂંટના મોત

મુસાફરો અને લોકોએ રેસ્કયુ એક કલાકનું ઓપરેશન કરી મૃતદેહોને બહાર કાઢયા

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ તા.8
ગોંડલના જેતપુર રોડ પર સાંઢિયા પુલ ઓવરબ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ગઇકાલે સાંજના સુમારે ટ્રેન અડફેટે ગાય અને ધણખુટ આવી ચડતા તેના મોત નિપજયા હતા અકસ્માતના પગલે મુસાફરોનો એક કલાક જેવો સમય ખોરવાયો હતો.
આ અકસ્માતને લઈ સાંઢિયા પુલ પાસે આવેલ ફાટક કલાક સુધી બંધ રહેતા ફાટકની બંને સાઇડ ટ્રાફિકજામ થઇ જવા પામ્યો હતો અલબત્ત ટ્રેન ના એન્જિન અને ડબ્બાઓની વચ્ચે ગાય અને ધણખુટ ના મૃતદેહો ફસાયા હોય સાંઢિયા પુલ આસપાસના લોકો અને ટ્રેનનાં મુસાફરોએ એક કલાકનું રેસ્ક્યુ ઓપરેશન કરી ગાય અને ધણખુટ ના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.


Loading...
Advertisement