ઉપલેટા વિસ્તારમાં ખેતીપાકને થયેલા નુકશાન અંગે પાક વીમો આપો

08 November 2019 12:52 PM
Dhoraji
  • ઉપલેટા વિસ્તારમાં ખેતીપાકને થયેલા નુકશાન અંગે પાક વીમો આપો

ગુજરાત કિસાનસભા દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.8
કમોસમી વરસાદથી થયેલા ખેતી પાકના નુકશાની અંગેનું આવેદનપત્ર ગુજરાત કિશાન સભાએ ઉપલેટા મામલતદારને આપેલ છે. મુખ્યમંત્રીને સંબોધીને આપેલ આ આવેદનપત્રમાં જણાવેલ કે રાજકોટ જીલ્લામાં છેલ્લે થયેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું છે.
ખેતી પાકની લણણી ચાલુ હતી તેવા સમયે જ કમોસમી વરસાદ થતા મગફળી કપાસ તલ જેવો પાક નાશ અર્ધનાશ થયો છે. ખેડુતોએ કરોડો રૂપિયાનું નુકશાન થયુ છે ત્યારે વીમા કંપનીઓ ખેતી પાકના નુકશાનનું સર્વે કરાવવામાં જરા પણ રસ નથી.
ખેડુતો અને સરકાર પાસેથી કરોડો રૂપિયાનું પ્રિમીયમ લઈ લીધુ છે ખેતી પાકનો વીમો આપવો નથી. ખેતી પાકના સર્વે કરાવાની માહિતી આપવા માટેની વિમા કંપનીઓએ ઈરાદાપૂર્વક હેલ્પલાઈનો બંધ કરી દીધી છે. નુકશાનીની માહિતી આપવા માટેનો સમય માત્ર 72 કલાક જ આપ્યો છે. આ સમય વીતી ગયો છે ત્યારે સરકારે ખેડુતોને નુકશાનીની માહિતી આપવાનો સમય આઠ દિવસનો આપવો જોઈએ ખેડુતો સર્વે માટેની નોંધ કરાવી શકે. વધુમાં જણાવેલ છે કે નાશ અર્ધનાશ થયેલા ખેતી પાક નિષ્ફળ જતા ચોમાસા પીયતની આવક 0થી માત્ર 20 ટકા થાય તેમ છે ત્યારે શિયાળુ પીયત માટે ખેડુતોને તાત્કાલીક નાણાની જરૂરીયાત છે તેને ધ્યાને રાખી તાત્કાલીક નાણાકીય સહાય આપવી જોઈએ એવી માગણી આવેદનપત્રમાં કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં ગુજરાત કિસાનસભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા, કે.ડી. સીણોજીયા, દેવેનભાઈ વસોયા, લખમણભાઈ બાબરીયા, ચંદુભા દરબાર, કારાભાઈ બારૈયા, બાબુભાઈ વિંઝુડા સહીત મોટી સંખ્યાના ખેડુતો હાજર રહ્યા હતા.


Loading...
Advertisement